News Continuous Bureau | Mumbai
હાલ મુંબઈ શહેર(Mumbai) પર સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મુંબઈ શહેરના હિંદમાતા(Hindmata) વિસ્તારમાં અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે. અત્યાર સુધી મુંબઇ શહેરમાં વરસાદ(rain) પડતાની સાથે જ સૌથી પહેલાં હિંદમાતા અને ગાંધી માર્કેટ(Gandhi Market) વિસ્તારમાં પાણી ભરાઈ જતું હતું. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હાલ મુંબઈ શહેર પર સારો એવો વરસાદ(rain) પડ્યો હોવા છતાં અહીં એક ચમચી જેટલું પાણી ભરાયું નથી. ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ સેંકડો કરોડ રૂપિયાના ખર્ચે હિંદમાતાની નજીક આવેલા પ્લેગ્રાઉન્ડ(playground) પાસે એક ખાડો ખોદ્યો છે અને આસપાસના વિસ્તારનું તમામ પાણી તે ખાડાની ટાંકીમાં ભરવામાં આવે છે. ત્યારબાદ પંપના માધ્યમથી તે પાણીનો નિકાલ કરવામાં આવે છે. આ પ્રયોગ જ્યારે પહેલી વખત કરવામાં આવ્યો હતો ત્યારે તે અસફળ ગયો હતો પરંતુ બીજી વખત નો પ્રયોગ સફળ થઈ રહ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે. જુઓ વિડિયો.
ઓહો શું વાત છે… આખા મુંબઈમાં પાણી પાણી ત્યારે હિંદમાતા અને ગાંધી માર્કેટ કોરાકટ. પાલિકાની યોજના કામ કરી ગઈ. જુઓ વિડિયો. #Monsoon #Mumbairains #heavyrain #Hindmata #gandhimarket #BMC pic.twitter.com/A569eNkLzP
— news continuous (@NewsContinuous) July 5, 2022
આ સમાચાર પણ વાંચો :મોસમ વિભાગની ચેતવણી- મુંબઈ શહેર પર આટલા દિવસ સુધી પડતો રહેશે વરસાદ