Site icon News Continuous Bureau | Mumbai

ઓહો શું વાત છે- આખા મુંબઈમાં પાણી પાણી ત્યારે હિંદમાતા અને ગાંધી માર્કેટ કોરાકટ- પાલિકાની યોજના કામ કરી ગઈ-  જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai 

હાલ મુંબઈ શહેર(Mumbai) પર સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મુંબઈ શહેરના હિંદમાતા(Hindmata) વિસ્તારમાં અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે. અત્યાર સુધી મુંબઇ શહેરમાં વરસાદ(rain) પડતાની સાથે જ સૌથી પહેલાં હિંદમાતા અને ગાંધી માર્કેટ(Gandhi Market) વિસ્તારમાં પાણી ભરાઈ જતું હતું. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હાલ મુંબઈ શહેર પર સારો એવો વરસાદ(rain) પડ્યો હોવા છતાં અહીં એક ચમચી જેટલું પાણી ભરાયું નથી. ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ સેંકડો કરોડ રૂપિયાના ખર્ચે હિંદમાતાની નજીક આવેલા પ્લેગ્રાઉન્ડ(playground) પાસે એક ખાડો ખોદ્યો છે અને આસપાસના વિસ્તારનું તમામ પાણી તે ખાડાની ટાંકીમાં ભરવામાં આવે છે. ત્યારબાદ પંપના માધ્યમથી તે પાણીનો નિકાલ કરવામાં આવે છે. આ પ્રયોગ જ્યારે પહેલી વખત કરવામાં આવ્યો હતો ત્યારે તે અસફળ ગયો હતો પરંતુ બીજી વખત નો પ્રયોગ સફળ થઈ રહ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે. જુઓ વિડિયો.

Join Our WhatsApp Channel

 

આ સમાચાર પણ વાંચો :મોસમ વિભાગની ચેતવણી- મુંબઈ શહેર પર આટલા દિવસ સુધી પડતો રહેશે વરસાદ

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version