ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ફેબ્રુઆરી 2021
થોડા દિવસ અગાઉ પોલીસે રેડ પાડીને જોનું શેખ નામના વ્યક્તિની માલવણી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આ વ્યક્તિ પર વર્ષ ૨૦૧૧માં બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યો તેવો આરોપ છે. જો કે આ સંદર્ભે હવે ઉત્તર મુંબઈ નું રાજકારણ ગરમ થઇ ગયું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાએ ગૃહમંત્રીને મળીને માંગણી કરી છે કે જોનું શેખ એ ભારતીય જનતા પાર્ટીનો ઉત્તર મુંબઈનો યુવા મોર્ચા સેલનો અલ્પ સંખ્યક વિભાગ નો અધ્યક્ષ છે.
આ આરોપ પછી ઉત્તર મુંબઈ ભાજપમાં ખલબલી મચી ગઇ છે. આ સંદર્ભે ઉત્તર મુંબઈ ભાજપના અધ્યક્ષ ગણેશ એ ન્યુઝ કંટીન્યૂઝ ને જણાવ્યું કે આ આરોપને તદ્દન પાયાવિહોણા છે.આ નામનો એક વ્યક્તિ અમારું પદાધિકારી બનવા માંગતો હતો પરંતુ અમે તેને કોઈ પદ આપ્યું નથી.
બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને શિવસેના આ મામલે આક્રમક છે.તેઓનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી હવે બાંગ્લાદેશી જનતા પાર્ટી બની ગઈ છે.