ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,22 જાન્યુઆરી 2022
શનિવાર.
મુંબઈમાં ત્રીજી લહેરમાં કુલ 2,50,872 અસરગ્રસ્તોમાં એકથી 10 વર્ષના બાળકોની સંખ્યા ફક્ત બે ટકા છે. ત્રીજી લહેરમાં 135 લોકોના કોરોનાથી મોત થયા છે, જેમાં એક પણ બાળકનો સમાવેશ થતો નથી. તેથી ત્રીજી લહેર નિયંત્રણમાં આવી હોવાથી પ્રાયમરી સ્કૂલથી લઈને 12 ધોરણની સ્કૂલ સોમવારથી ચાલુ કરવામાં આવી રહી હોવાનું કહેવાય છે.
મુંબઈમાં 21 ડિસેમ્બરથી કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઈ હતી. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં 150ની નીચે ગયેલી દૈનિક દર્દીની સંખ્યા 20 ડિસેમ્બર બાદ 250 સુધી ગઈ હતી અને બાદમાં ઓમીક્રોનનો ફેલાવો વધ્યો હતો અને દૈનિક સ્તરે નોંધાતા દર્દીની સંખ્યા પણ વધી ગઈ હતી. જે સીધી 21,000 સુધી પહોંચી ગઈ હતી.
નવા વર્ષના પહેલા અઠવાડિયમાં 21,000 સુધી દર્દીની સંખ્યા પહોંચી ગઈ હતી.તેથી મુંબઈગરાનું ટેન્શન વધી ગયું હતું. જોકે છેલ્લા એક અઠવાડિયાથી દર્દીની સંખ્યામાં ઘટાડો થઈને પાંચ હજારની આસપાસ સ્થિર થઈ છે.
ગ્રાન્ટ રોડની કાળમુખી આગઃ અત્યાર સુધી 7 લોકોના મૃત્યુ. જાણો લેટેસ્ટ અપડેટ અહીં; જાણો વિગત
ત્રીજી લહેર દરમિયાન 5230 બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેમાં એક પણ બાળકનું મૃત્યુ થયું નહોતું. તેથી આ તમામ બાબતનો વિચાર કરીને રાજ્ય સરકાર અને પાલિકા પ્રશાસને સોમવારથી પ્રી પ્રાયમરીથી લઈને તમામ વર્ગની સ્કૂલ ચાલુ કરવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.