ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
31 ડિસેમ્બર 2020
કોરોના નિમિત્તે 1 જાન્યુઆરી, 2021 ના રોજ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર દ્વારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ વતી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ, બપ્પાના દર્શન માટે દર કલાકે 250 લોકોને ઓનલાઈન રિઝર્વેશન આપવામાં આવતું હતું.
હાલમાં, ભક્તોની સુવિધા માટે, પ્રતિ કલાક 800 ક્યુઆર કોડ આરક્ષિત કરી શકાય છે. ફક્ત ક્યૂઆર કોડથી રિઝર્વેશન કરનાર ભક્તો જ મંદિરની મુલાકાત લઈ શકશે. રિદ્ધિ અને સિદ્ધિ પ્રવેશદ્વાર દ્વારા તેમને પ્રવેશ આપવામાં આવશે. ઓનલાઇન ક્યૂઆર કોડ પર બીજું કોઈ પ્રવેશ કરી શકશે નહીં. તેમજ ઓરીજીનલ QR Code હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે. ક્ષેરોક્ષ નહીં ચાલે.
સિદ્ધિવિનાયક મંદિર સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. નૈવેદ્યના સમયે બપોરે 12 થી 12.30 સુધી અને આરતીને કારણે સાંજે 7 થી 8 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે..