ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
એક મહિના અગાઉ મુંબઇના કાંદિવલી વિસ્તારમાં એસઆરએ ની બિલ્ડિંગમાં રહેનાર લોકોને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ધારાવી વિસ્તારના એક હજાર લોકોને તેમજ મુંબઈ શહેરના અન્ય વિસ્તારોમાં પણ પૈસા આપીને ઘર ખરીદારો ની વિરુદ્ધમાં કાર્યવાહી તેજ કરવામાં આવી હતી.
સરકારી કાયદા મુજબ જે વ્યક્તિને સ્લમ રિહેબિલિટેશન નું ઘર આપવામાં આવ્યું હોય તે દસ વર્ષ પહેલાં તેને વેચી શકતો નથી. પરંતુ અનેક જગ્યાએ આવા ઘરો વેચાયા છે. આથી સરકારે ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપી છે.
હવે પ્રભાવિત થયેલા એવા તમામ લોકોએ ભેગા થઈને કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને ધારાવી વિસ્તારમાં રહેનારા લોકો એ સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી ને કહેણ મોકલાવ્યું છે. તેમજ આગામી સપ્તાહમાં તે લોકો આ વિશે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ મળશે.
આમ લોકોના ઘર ખાલી કરાવવા મામલે હવે લોકો ની લડાઈ તીવ્ર બની છે.
