બેસ્ટનો આ તે કેવો કારભાર? ભાડેથી ડ્રાઈવર લેશે અને પોતાના ડ્રાઈવરોને બહાર ભાડા પર આપશે; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑક્ટોબર, 2021 

બુધવાર

આર્થિક રીતે ફસડાઈ પડેલી બેસ્ટ મુંબઈ મહાનગરપાલિકાની આર્થિક મદદ પર જીવી રહી છે. પોતાના કર્મચારીઓને પગાર આપવાના પણ બેસ્ટને ફાંફાં છે ત્યારે પોતાના ખાલી બેસી રહેલા ડ્રાઇવરનો ભાડા પર આપવાનો નવો તુક્કો બેસ્ટ ઉપક્રમના દિમાગમાં આવ્યો છે.

બેસ્ટ ઉપક્રમ નવી બસ ખરીદવાને બદલે પોતાના કાફલામાં ભાડા પર લીધેલી બસની સંખ્યા વધારી રહી છે. તેથી તેના પોતાના ડ્રાઇવર, કેરિયરો કામ વગરના એમ જ બેસી રહેતા હોય છે. બેસી રહેનારા લોકોને કામ વગર પણ પગાર આપવો પડે છે. એથી આવા ડ્રાઇવર, કેરિયરોને સરકારી અથવા ખાનગી સંસ્થાઓને ભાડા પર આપવાની યોજના બેસ્ટ ઉપક્રમે બનાવી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના આ નેતાનો અજબ બયાન, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને જ વખોડી કાઢ્યું; જાણો વિગતે 

સંબધિત સંસ્થાઓએ દરેક ડ્રાઇવર પાછળ 900 રૂપિયા બેસ્ટ ઉપક્રમને આપવા પડશે. ભાડા પર આપવામાં આવનારા આ ડ્રાઇવરને ઓવરટાઇમ, જમવાનું ભથ્થુ વગેરે કોઈ બેનિફિટ આપવામાં આવશે નહીં.  દરેક ડ્રાઇવરને જોકે ત્રણ મહિના માટે આપવામાં આવશે. ઇચ્છુક સંસ્થાઓને આ માટે બેસ્ટનો સંપર્ક સાધવાનું કહેવામાં આવ્યું છે. 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!