ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઓક્ટોબર, 2021
બુધવાર.
કરોડો રૂપિયાના દેવામાં ડૂબેલી બેસ્ટ પ્રશાસને આવક વધારવા પોતાના ડ્રાઈવર ભાડા પર આપવાનો નિર્ણય લીધો છે. તેની સામે જો અમારા માણસોને બહાર ભાડા પર મોકલ્યા તો યાદ રાખજો એવી ચીમકી બેસ્ટના કર્મચારીઓના યુનિયને બેસ્ટ ઉપક્રમને આપી છે. બેસ્ટ પ્રશાસનના આ નિર્ણયનો યુનિયન આકરો વિરોધ કર્યો છે. આ નિર્ણય પાછો નહીં ખેંચ્યો તો આંદોલન કરવાની ચેતવણી પણ યુનિયને આપી છે.
દેવામાં ડૂબેલી બેસ્ટ પાસે પૈસા નથી. તેથી નવી બસ ખરીદવાને બદલે ડ્રાઈવર સાથે ભાડા પર લીધેલી બસ રસ્તા પર દોડાવી રહી છે. તેથી તેના પોતાના ડ્રાઈવર, કેરીયર કામ વગરના થઈ ગયા છે. તેથી આવા ડ્રાઈવર, કેરીયરોને સરકારી અથવા ખાનગી સંસ્થાઓને ભાડા પર આપવાની યોજના બેસ્ટ ઉપક્રમે બનાવી છે. 900 રૂપિયા પ્રતિદિનના હિસાબે ડ્રાઈવર ભાડા પર આપવામાં આવવાના છે.
મુંબઈવાસીઓ ખિસ્સા હળવા કરવા તૈયાર રહેજો, ડીઝલ 100 રૂપિયા ને પાર…
બેસ્ટ ઉપક્રમના આ નિર્ણય સામે જોકે બેસ્ટના કામગાર સંઘટનાએ વિરોધ કર્યો છે. તેમ જ 12 ઓક્ટોબરના બેસ્ટ સંયુક્ત કામગાર કૃતિ સમિતિ બેસ્ટના તમામ ડેપો પર વિરોધ પ્રદર્શન કરવાની છે. આ નિર્ણય પાછો નહીં ખેચ્યો તો આંદોલન વધુ આકરું કરવાની ચીમકી પણ બેસ્ટ ઉપક્રમને આપવામાં આવી છે.