ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑક્ટોબર, 2021
ગુરુવાર
હાઈ પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં જાતિ, ધર્મ અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ઑફિસર સમીર વાનખેડેના સમર્થનમાં હવે ભાજપ કૂદી પડી છે. ભાજપના સ્થાનિક નેતાઓના એક જૂથે રાજ્યપાલની મુલાકાત લીધી હતી. એક સરકારી અધિકારીને રાજય પ્રધાન નવાબ મલિક દ્વારા ખુલ્લેઆમ આપવામાં આવી રહેલી ધમકી બાબતે યોગ્ય પગલાં લેવાની ભાજપે તેમની સમક્ષ માગણી કરી હતી. એથી હવે આ લડાઈ NCP વિરુદ્ધ BJPની બની જાય એવી શક્યતા દેખાઈ રહી છે.
તો આર્યન ખાનની દિવાળી જેલમાં, હાઈ કોર્ટમાં જામીન પર ચાલી રહી છે સુનાવણી; જાણો વિગત
ભાજપના મુંબઈ અધ્યક્ષ મંગલ લોઢાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની મુલાકાત લીધી હતી. નવાબ મલિક દ્વારા સતત સમીર વાનખેડેને ધમકાવવામાં આવી રહ્યા છે એ બાબતે રાજ્યપાલને જાણ કરવામાં આવી હતી. તેમ જ નવાબ મલિકનું રાજીનામું માગવાની દરખાસ્ત પણ ભાજપે રાજ્યપાલ સમક્ષ કરી હતી.