ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
ન્યુઝ કંટીન્યૂઝ ટીમ દ્વારા 22 એપ્રિલના રોજ સમાચાર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા કે ચારકોપ ગામ ખાતે આવેલી ત્રણ માળની હોસ્પિટલ ધૂળ ખાઈ રહી છે. તેમજ આ ઈમારત મુંબઈ મહાનગરપાલિકા પ્રાઇવેટ હોસ્પિટલ ને આપવા માંગે છે જેમાં સ્થાનિક નેતાઓ પણ શામેલ છે.
આ સમાચાર કાંદીવલી અને ચારકોપના હજારો નાગરિકો એ વાંચ્યા. ત્યારબાદ 24 એપ્રિલના દિવસે સ્થાનિક કોર્પોરેટર દ્વારા પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે ને પત્ર લખવામાં આવ્યો. તેમજ મુંબઇ મહાનગરપાલિકાના અધિકારીઓએ 30 એપ્રિલના દિવસે આ ઇમારતની મુલાકાત લીધી.

હવે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આ ઈમારતને સાફ કરીને વહેલામાં વહેલી તકે અહીં વેક્સીનેશન સેન્ટર ખોલવામાં આવશે.

આમ નાગરિકોની મોહીમનો વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલની નજીક રહેતા સ્થાનિક લોકોએ ન્યુઝ કંટીન્યૂઝ ની ટીમ નો સંપર્ક કર્યો હતો તેમજ સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ ન્યુઝ કંટીન્યૂઝ ની ટીમ દ્વારા વાસ્તવિક તપાસવામાં આવી હતી. તેના પછી સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેને લોકોએ મોટી સંખ્યામાં વાંચ્યા હતા. આથી સ્થાનિક પ્રશાસન પર દબાણ આવી ગયું હતું.
