News Continuous Bureau | Mumbai
બૃહદ મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ(Mumbai Electric Supply and Transport Undertaking) (BEST) હવે પોતાના બસ સ્ટોપને(bus stop) અત્યાધુનિક બનાવવાનો નિર્ણય લીધો છે. તે મુજબ બસ સ્ટોપ પર વાઈ-ફાઈ, મોબાઈલ ચાર્જિંગથી(mobile charging) લઈને બસનો આવવાનો સમય સુદ્ધા જાણી શકાશે.
બેસ્ટ બસનું વર્તમાન સ્થાન (રીયલ ટાઈમ લોકેશન) સમજવા અને બસનો રૂટ જાણવા માટે, બેસ્ટ ઉપક્રમ(Best Dept) ટૂંક સમયમાં ડિજિટલ પબ્લિક ઈન્ફોર્મેશન સિસ્ટમ(Digital Public Information System) (DPI) એટલે કે ડિજિટલ બસ સ્ટોપ્સ પહેલ શરૂ કરવાની છે. તેના દ્વારા મુસાફરોને બસના આગમનની અપેક્ષિત અવધિ વિશે પણ માહિતગાર કરી શકાશે.
આગામી મહિનાઓમાં મરીન ડ્રાઈવ અને એરપોર્ટ (Marine Drive and Airport) વિસ્તારના બસ સ્ટેન્ડને ડીઆઈપીએસ સિસ્ટમ(DIPS system) હેઠળ બદલવામાં આવશે. આ બસ સ્ટેન્ડ પર મુસાફરોને વાઈફાઈ અને ચાર્જિંગની સુવિધા પણ આપવામાં આવશે. તેમજ સ્ટોપ પર બેઠક સુવિધા વધારવામાં આવશે. આ અંતર્ગત 100 બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવામાં આવશે અને સ્ટોપને પારદર્શક બનાવવામાં આવશે. બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે આ બસ સ્ટોપ પર બે ડિસ્પ્લે યુનિટ હશે, એક જાહેરાતો બતાવશે અને બીજું તમને બસના અપેક્ષિત આગમન સમય વિશે જાણ કરશે.
આ સમાચાર પણ વાંચો : ટ્રકવાળા છે કે સુધરતા નથી- મુંબઈના આ બ્રિજ હેઠળ ફરી એક વખત કન્ટેનર ફસાયું- જુઓ વિડિયો
હવે લગભગ તમામ બસોમાં જીપીએસ સિસ્ટમ કાર્યરત છે અને આ બસ સ્ટોપને પણ આ સિસ્ટમ સાથે જોડવામાં આવશે. આ નવા બસ સ્ટેન્ડની વિશેષતા એ છે કે બસ રૂટ પર ઉપલબ્ધ જગ્યા અનુસાર બસ સ્ટોપનું કદ નક્કી કરવામાં આવશે. આ સ્ટોપ પર મુસાફરોને ચાર્જિંગ, વાઈફાઈ, બસનું ઓનલાઇન લોકેશન, અપેક્ષિત સમય વિશે માહિતી મળશે