ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
મહારાષ્ટ્ર સરકારે મંગળવારે બૉમ્બે હાઈકોર્ટને માહિતી આપી હતી કે તેણે રાજ્યમાં કોરોના સામે લડવા માટે ઘરે-ઘરે રસીકરણ શરૂ કરવા હેતુ ડ્રાફ્ટ પૉલિસી તૈયાર કરી છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારે હાઈકોર્ટને કહ્યું કે આ રસીકરણ ડ્રાઇવ મફત હશે અને એ મુંબઈમાં પહેલીઑગસ્ટથી શરૂ થશે અને બાદમાં રાજ્યના અન્ય ભાગોમાં એનું વિસ્તરણ કરાશે.
રાજ્ય સરકારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે ડોર-ટુ-ડોર રસીકરણ ડ્રાઇવ વૃદ્ધો, પથારીવશ દર્દીઓ અને અસ્થાયી રીતે બીમાર દર્દીઓ માટે છે. આ રસીકરણ કાર્યક્રમ બૃહદમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારક્ષેત્રમાં થશે. મહારાષ્ટ્ર સરકારે ડોર-ટુ-ડોર રસીકરણ અભિયાન માટે નીતિ ઘડવા નિષ્ણાતો અને હોદ્દેદારોની વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી હતી.
હવે આટલા દિવસ જેલમાં રહેશે રાજ કુંદ્રા. કોર્ટે લીધું આ પગલું. જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ અભિયાન અંતર્ગત ૭૫ વર્ષથી વધુ વયના લોકોને ઘરે-ઘરે જઈ રસી અપાશે. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ઘરે-ઘરે કોરોના રસીકરણ માટે અત્યાર સુધીમાં 3,505 વરિષ્ઠ નાગરિકોએ નામ નોંધાવ્યાં છે. હાઈકોર્ટે ઉમેર્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર અને BMC રસીકરણ અભિયાન સાથે આગળ વધી શકે છે અને 6ઑગસ્ટ સુધીમાં સ્ટેટસ રિપૉર્ટ રજૂ કરી શકે છે.