ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
દાદરમાં સ્વાતંત્ર્ચવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં હવે તલવારબાજી શીખવા મળશે. તલવારબાજી માટે મુંબઈ ફેસિંગ ઍસોસિયેશનના સહકારથી સાવરકર ફેંસિંગ ક્લબ ચાલુ કરવામાં આવી છે. શનિવાર ચાર સપ્ટેમ્બર, 2021ના સાંજે આ ક્લબનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં તલવારબાજી સ્પૉર્ટ્સ શીખી શકાશે. ઇન્ડિયન ઑલિમ્પિક કમિટીના જૉઇન્ટ સેક્રેટરી નામદેવ શિરગાંવકર આ કાર્યક્રમના મુખ્ય અતિથિતપદે રહ્યા હતા. ઑલિમ્પિકમાં આ સ્પૉર્ટ્સમાં પહેલી વખત પાત્રતા સ્તર સુધી એક ભારતીય ખેલાડી પહોંચ્યો હતો. એથી એને ધ્યાનમાં રાખીને આ પ્રકારની રમતને પ્રોત્સાહન આપવા અને નવી પેઢીને એમાં રસ લેતાં શીખવા તલવારબાજી શીખવવામાં આવવાનું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સાવધાન! મુંબઈમાં ડેલ્ટાના દર્દીઓમાં મળી આવ્યાં નવાં લક્ષણો; જાણો વિગત
ઇચ્છુક લોકો 252 સ્વાતંત્ર્યવીર સાવરકર માર્ગ, સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક, શિવાજી ઉદ્યાન, દાદર, મુંબઈ-400028 પર સંપર્ક કરી શકે છે. ફોન નંબર 022-24465877 ઉપર પણ સંપર્ક કરી શકે છે.