ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
મુંબઈમાં માસ્ક વગર ફરનારા લોકો પાસેથી દંડ વસૂલ કરનારા કલીન-અપ માર્શલોની મનમાની રોકવા મુંબઈ મહાનગરપાલિકા હવે મોબાઇલ ઍપનો ઉપયોગ કરવાની છે. એટલે કે જે રીતે સિગ્નલ તોડનારા મોટરિસ્ટોને દંડની રકમનો ઑનલાઇન મૅસેજ મોકલવામાં આવે છે એ મુજબ જ હવે માસ્ક વગર ફરનારા નાગરિકો પાસેથી 200 રૂપિયાનો દંડ ઑનલાઇન વસૂલ કરવામાં આવશે. મુંબઈ મહાનગરપાલિકા એ માટે મોબાઇલ ઍપ બનાવી રહી છે. આ દંડની પાવતી સંબંધિત વ્યક્તિઓને માસ્ક વગરના ફોટો સાથે મોબાઇલ પર મોકલવામાં આવશે.
પ્રિયંકા ની ધરપકડ બાદ હવે રાહુલ ગાંધી પણ લખીમપુરના રસ્તે, થશે જોરદાર હંગામો; જાણો વિગતે
કોરોના ફેલાતો રોકવા ગયા વર્ષથી સાર્વજનિક સ્થળે માસ્ક પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. માસ્ક વગરના લોકો પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. એ માટે ક્લીન-અપ માર્શલને તહેનાત કરાયા છે. સાર્વજનિક સ્થળે થૂંકનારા,ગંદકી ફેલાવનારા તથા માસ્ક વગર ફરનારા પાસેથી કલીન-અપ માર્શલ્સ દંડ વસૂલ કરે છે. જોકે આ માર્શલ્સ દંડની રકમ વસૂલ કરવામાં નાગરિકો સાથે સેટલમેન્ટ કરી નાખતા હોવાની સતત ફરિયાદ આવી રહી હતી. એથી હવેથી માસ્ક વગરના લોકો પાસેથી ઑનલાઇન દંડ વસૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલીન-અપ માર્શલ્સ માસ્ક વગરના લોકોના ફોટો કાઢીને તમને મોબાઇલ પર મોકલશે, દંડની પાવતી પણ મોબાઇલ પર મોકલવામાં આવશે. પાલિકા હાલ આ ઍપ તૈયાર કરી રહી છે. દંડ કેટલા દિવસમાં ભરવો, નહીં ભર્યો તો શું પગલાં લેવાં એના પર બહુ જલદી નિર્ણય લેવામાં આવવાનો છે.