ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 જુલાઈ, 2021
બુધવાર
વેક્સિનની અછતને પગલે મુંબઈમાં હાલ મોટા ભાગના દિવસો દરિમયાન વેક્સિનેશન સેન્ટર બંધ હોય છે. જે દિવસે વેક્સિનનો સ્ટૉક ઉપલબ્ધ હોય એ દિવસે વેક્સિન આપવામાં આવે છે, ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ બુધવારે સરકારી અને પાલિકા સંચાલિત વેક્સિનેશન સેન્ટરના બદલાયેલા ટાઇમની જાહેરાત કરી હતી. એ મુજબ હવેથી વર્કિંગ ડેમાં સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી વેક્સિન આપવામાં આવશે, તો બીજા દિવસે વેક્સિન સંબંધી માહિતી દરરોજ સાંજે સાડાપાંચ વાગ્યે સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવશે.
અરે વાહ! મુંબઈમાં કોરોનાના દર્દી બમણા થવાનો સમયગાળો આટલા દિવસ પર આવ્યો; જાણો વિગત
