News Continuous Bureau | Mumbai
Train travel time: અદ્યતન ટ્રેનો અને ઉત્તમ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા રેલવે સતત વિકાસ તરફ આગળ વધી રહી છે. તેથી રેલવે હવે ટૂંક સમયમાં લાંબા અંતરની ટ્રેનોની સ્પીડ ( Train speed ) વધારવા પર કામ કરવા જઈ રહી છે. રેલવેના એક નિવેદનમાં જણાવ્યા અનુસાર મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેનોની સ્પીડ વધારવામાં આવશે. આ રૂટ પર વંદે ભારતથી ( Vande Bharat express ) તેજસ અને શતાબ્દી ટ્રેનોની ( shatabdi express train ) સ્પીડ 160 કિમી છે. તે પ્રતિ કલાક હશે. એક અહેવાલ મુજબ માર્ચ મહિનાથી આ રૂટ પર આ સુવિધા શરૂ કરવામાં આવશે. પશ્ચિમ રેલવેના ( Western Railway ) મુંબઈ વિભાગે આ વાતની પુષ્ટિ કરી છે.
મિડીયા રિપોર્ટ મુજબ, હાલ રેલવેમાં મિશન રફ્તાર ચલાવવામાં આવી રહ્યું છે. જેના પરિણામે જે એવરેજ સ્પિડ છે તેને ડબલ કરવાની તૈયારીઓ થઈ રહી છે. એટલું જ નહીં સુપર ફાસ્ટ, મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનની સ્પિડ પણ 25kmph વધારવાની શરૂઆત થશે. આ મિશન રફ્તારથી મુસાફરીનો સમય ચોક્કસપણે બચી જશે. મોટાભાગની ટ્રેન પર આ પ્રમાણે તેમના દ્વારા સ્પિડ લિમિટ વધારવાની વાત ચાલી રહી છે. આ જ મુખ્ય હેતુ છે મિશન રફ્તારનો.
રૂટ પ્રમાણે સ્પિડમાં વધારો ઘટાડો કરાશે..
ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રૂટ પ્રમાણે સ્પિડમાં વધારો ઘટાડો કરાશે એવી પણ એક નિષ્ણાંતો દ્વારા માહિતી મળી રહી છે. જેમાં મુંબઈ- ન્યૂ દિલ્હી રૂટ પર 160 kmphની ગતિ પકડી શકાશે. તો બીજી બાજુ આ રૂટની લંબાઈ વિશે વાત કરીએ તો તે 1384 km છે. બીજા રૂટ એટલે મુંબઈ સેન્ટ્રલ – નાગડા વિરાર- વડોદરા સ્ટ્રેચ પર પણ આ ગતિ વધારવામાં આવશે. આ રૂટની કુલ લંબાઈ 694 km છે.
દરમિયાન, મુંબઈ ( Mumbai- Ahmedabad ) સબર્બન ટ્રેનોની સ્પિડ વધારવામાં નહીં આવે. કારણ કે અહીં લોકલ ટ્રેનનો ટ્રાફિક વધારે હોય છે. એટલું જ નહીં અહીંના ટ્રેક પર શાર્પ ટર્ન્સ પણ લેવા પડે છે. જેના પરિણામે અહીં સ્પિડ કાબૂમાં રહે તેવી રીતે જ પ્લાનિંગ કરવું પડે છે. તેથી મુંબઈ- અમદાવાદ રૂટના અંતરની વાત કરીએ તો એ 491 km છે. જેમાં વંદે ભારત ટ્રેનથી ટ્રાવેલ કરો તો એનો ટાઈમ 5.15 કલાક આસપાસ થાય છે. જ્યારે શતાબ્દીનો ટ્રાવેલ ટાઈમ જોવા જઈએ તો 6.35 કલાક આસપાસ એવરેજમાં રહે છે. તેવામાં 160 kmph સ્પિડ લિમિટનો પ્લાન 2021 જાન્યુઆરીથી ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ રુ. 6. 66 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ મુંબઈ સેન્ટ્રલથી ન્યૂ દિલ્હી વચ્ચે તૈયાર થશે.
આ સમાચાર પણ વાંચો : NIFT Gandhinagar : ભારતના આર્ટિઝનલ હેરિટેજની ઉજવણી માટે ગાંધીનગરમાં “ક્રાફ્ટ બજાર”નું કરવામાં આવ્યું આયોજન
રેલવે દ્વારા હાલ કયું કયું કામ કરવામાં આવી રહ્યું છે
-ટ્રેક્સ અને બ્રિજને અપગ્રેડ કરાઈ રહ્યા છે
-સિગ્નલિંગ અને ઓવરહેડ ઈક્વિપમેન્ટ ઈન્સ્ટોલેશન કરવામાં આવી રહ્યું છે
-કેટલાક પરમેનેન્ટ સ્પિડ રિસ્ટ્રિક્શન છે તેને પણ રિમૂવ કરવામાં આવી રહ્યા છે
-52 kg રેઈલને 62 kgના 90 અલ્ટિમેટ ટેન્સિલ સ્ટ્રેન્થથી રિપ્લેસ કરાઈ રહ્યા છે
-આ ટ્રેકની ડેન્સિટી પર ધ્યાન અપાઈ રહ્યું છે જેના પરિણામે ટ્રેન જો 160 kmphની ગતિએ દોડે તો અહીં કોઈ તકલીફ ન પડે
-દરેક બ્રિજ મજબુતીકરણનું કામ કરવામાં આવી રહ્યું છે
-સિગ્નલને અપગ્રેડ કરવામાં આવ્યા છે અને ટ્રેક્શન પાવર સિસ્ટમને પણ અપગ્રેડ કરાઈ છે
-ટ્રેન વચ્ચે ટક્કર ન થાય એના માટેની જે કોલાઝન સિસ્ટમ છે એના પર કામ કરાઈ રહ્યું છે. લોકો પાયલટને આવી ઘટના પહેલા જ અલાર્મ મળી જાય એવી સિસ્ટમ લાગુ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે