News Continuous Bureau | Mumbai
મહાવિકાસ આઘાડી સરકારે(Maha Vikas Aghadi Govt) લીધેલા તમામ નિર્ણયનો શિંદે-ફડણવીસની સરકાર(Shinde-Fadnavis government) રદ કરી રહી છે. હવે શિંદે સરકારે મુંબઈ મહાનગરપાલિકાના(BMC) નગરસેવકોની સંખ્યા(Municipal Corporators) 236 પરથી 227 કરવાનો નિર્ણય લીધો છે, તેને કારણે પાલિકાએ અત્યાર સુધી ચૂંટણી પ્રક્રિયા(Election process) પાછળ કરેલા 50 લાખ રૂપિયાનું પાણી થઈ ગયું છે.
પાલિકાએ નવેસરથી વોર્ડની રચના, સીમાંકન અને પ્રશાસકીય કામ માટે લગભગ 300 કર્મચારીઓને કામે લગાડ્યા હતા. તેમની મહેનત પણ પાણી ફરી વળ્યું છે. હવે વોર્ડને ફરીથી 227 કરી દેવાનો નિર્ણય લીધો છે, તેથી હવે નવેસરથી આરક્ષણની લોટરી (Lottery of reservation) કાઢવામાં આવવાની છે. તેથી મતદાર યાદીનું(voter list) પણ નૂતનીકરણ કરવું પડશે અને ફરી પૈસાનો ખર્ચ અને મનુષ્યબળ વાપરવું પડશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના નાલાસોપારામાં 1400 કરોડનું ડ્રગ્સ પકડાયું-પણ આટલું બધું ડ્રગ્સ ફેક્ટરીમાં શું કામ-જાણો વિગત અહીં
સુપ્રીમ કોર્ટના(Supreme Court) આદેશ બાદ ચૂંટણી પંચે(Election Commission) પાલિકાની ચૂંટણીની(municipal elections) પ્રક્રિયા ચાલુ કરવાનો આદેશ આપ્યો હતો. તે મુજબ મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) 31 મેના રોજ ઓબીસી આરક્ષણ(OBC reservation) સિવાય લોટરી કાઢી. ત્યારબાદ ઓબીસી આરક્ષણનો પ્રશ્ન ઉકેલાઈ જતા 28 જુલાઈના ફરી આરક્ષણની લોટરી કાઢી હતી. પરંતુ હવે રાજ્યની નવી સરકારે 9 વધારાના વોર્ડના નિર્ણયને રદ કર્યો છે. તેથી હવે પાલિકાને ફરીથી લોટરી કાઢવી પડવાની છે.