News Continuous Bureau | Mumbai
Mumbai: આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ( CSMIA ) ના લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગ ( Lost and Found Section ) પાસે 49,485 ખોવાયેલી વસ્તુઓમાં ( Lost Things ) પહોંચી હતી. આ વસ્તુઓમાં રોજબરોજની જરૂરી ચીજવસ્તુઓથી લઈને કિંમતી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. આ ખોવાલેયી વસ્તુમાં 8,201 મુસાફરો પોતાનો સામાન પાછો લેવા પરત ફર્યા હતા. જ્યારે 41,284 વસ્તુઓ પર કોઈએ દાવો ન કરતા લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં એમજ પડી રહી છે.
લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગની કસ્ટડીમાં ટોચની શ્રેણીઓમાં આવેલ વસ્તુઓમાં ઇયરફોન, ચાર્જર, ચશ્મા, જેકેટ્સ અને બેલ્ટનો પણ સમાવેશ થાય છે. વિભાગે આ જ વર્ષમાં 925 ખરાબ થવા વાળી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ( Electronic items ) પણ સિસ્ટમમાં નોંધી હતી એમ એક અધિકારીએ કહયું હતું.
ઈલેક્ટ્રોનિક વસ્તુઓને 90 દિવસ પછી કસ્ટમમાં ટ્રાન્સફર કરવામાં આવે છે..
જો મુસાફરો ( Passengers ) પ્રવાસ દરમિયાન એરપોર્ટ ( Mumbai Airport ) પર તેની બેગ, પાકીટ કે આધાર કાર્ડ, મોબાઈલ ફોન જેવી વસ્તુ ભુલી જાય છે. તો એરપોર્ટના લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગ આવી વસ્તુઓ પર તેમના સરનામા ઓળખી યોગ્ય સરનામે તે વસ્તુને તેના માલિક સુધી પહોંચાડી આપે છે.
આ સમાચાર પણ વાંચો : IND vs SA Test Match: ભારતની સેન્ચુરિયન ટેસ્ટમાં શરમજનક હાર બાદ.. ભારતીય ટીમને લાગ્યો વધુ એક આંચકો.. ICC આવી એક્શનમાં.. આ મામલે ફટકાર્યો દંડ..
ઈલેક્ટ્રોનિક વસ્તુઓ કસ્ટમ્સમાં ( Custom ) ટ્રાન્સફર થતા પહેલા 90 દિવસ માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં રાખવામાં આવે છે. ખોવાયેલી વસ્તુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે, ઈલેક્ટ્રોનિક વસ્તુઓને લોકરમાં સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે છે, જ્યારે બેગ અને અન્ય સામાનને યોગ્ય લેબલિંગ અને ટેગિંગ સાથે ગોઠવવામાં આવે છે. એમ વધુમાં એક અધિકારીએ કહ્યું હતું.