News Continuous Bureau | Mumbai
હાલમાં નવરાત્રિનો(Navratri) તહેવાર(festival) ચાલી રહ્યો છે. આ નવરાત્રિ પર્વ દરમિયાન મુંબઈના આરાધ્ય દેવતા એવાં મુંબાદેવી મંદિરના(Mumbadevi temple) વિસ્તારમાં નવરાત્રિ પર્વ નિમિત્તે અનેક બેનરો લગાવવામાં આવ્યાં છે. આ બેનરો હિન્દી ભાષામાં(Banners in Hindi language) લગાવવામાં આવ્યાં છે. તેથી મરાઠી એકીકરણ સમિતિએ(Marathi Integration Committee) આ બેનર સામે વાંધો ઉઠાવ્યો છે.
મીડિયા અહેવાલ મુજબ સમિતિનું કહેવું છે કે રાજ્યમાં મરાઠી ભાષાનો વપરાશ ફરજિયાત બનાવ્યો હોવા છતાં આ નિયમ કાગળ પર જ રહ્યો છે. સમિતિએ આ મુદ્દે આંદોલન(agitation) કરવાની ચેતવણી પણ આપી છે.
મરાઠી એકીકરણ સમિતિ કહે છે કે ભાષાકીય હુમલો (linguistic attack) પુરજાેશમાં છે. અમે કહીએ છીએ કે અમારા શહેરનું નામ ભવાનીના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેને મુમ્બા-આઈ કહેવાય છે, એ જ મંદિરના ટ્રસ્ટીઓને મરાઠી ભાષા નથી જોઈતી. તો મરાઠી ભાષા, કાયદા, નિયમોનો ઉપયોગ માત્ર કાગળ પર કેમ?
આ સમાચાર પણ વાંચો : નવલી નવરાત્રિનો આજે પાંચમો દિવસ – આજના પાવન દિવસે કરો જગત જનની ઉમિયા માતાના દર્શન લાઈવ
મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી એકીકરણ સમિતિના દક્ષિણ મુંબઈના પ્રમુખ અતિક્રમણ કરાયેલ બીજી ભાષાના બોર્ડ (હિન્દી, ગુજરાતી) ઉતારી લેવાં જાેઈએ અને મરાઠી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, નહીં તો મરાઠી એકીકરણ સમિતિ સંગઠને અહીં વિરોધ કરવો પડશે.
મુંબાદેવી મંદિરના પ્રશાસને આ આક્ષેપનો જવાબ આપતા કહ્યું હતું કે મરાઠી ભાષાના ગૌરવને(pride of Marathi language) જાળવી રાખવા અને ભાષાના સંવર્ધન માટે રાજ્યભરમાં અનેક પ્રયાસો કરવામાં આવે છે. જોકે ઘણી જગ્યાએ મરાઠીને બદલે અન્ય ભાષાઓનો વ્યાપક ઉપયોગ થાય છે. મહારાષ્ટ્ર જેવા આ મરાઠી રાજ્યમાં આ ખોટું છે. મુંબઈમાં ઘણી જગ્યાએ આ સ્થિતિ છે. તેથી રાજ્ય સરકાર(State Govt) માટે યોગ્ય નીતિનું આયોજન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, એમ મરાઠીભાષી વિદ્વાનો(Marathi-speaking scholars) કહે છે.
 
			         
			         
                                                        