News Continuous Bureau | Mumbai Ola and Uber will shut down their operation
કાલી-પીલી ટેક્સી અને રિક્ષાવાળાઓની દાદાગીરી સામે મુંબઈગરા માટે એપ આધારિત ટેક્સીઓ બહુ ઉપયોગી સાબિત થઈ છે. પરંતુ 16 માર્ચ બાદ આ એપ આધારિત ટેક્સીઓ રસ્તા પરથી ગાયબ થઈ જાય એવી શક્યતા છે.
ઓલા (Ola), ઉબેર (Uber)જેવી એપ સંચાલિત ખાનગી ટેક્સી કંપનીઓ મહારાષ્ટ્રમાં આવશ્યક લાઈસન્સ વગર સેવા આપી રહી છે, તેની સામે બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) આંખ લાલ કરી છે. જો એપ આધારિત ટેક્સી કંપનીઓને તેમની ટેક્સી સેવા મહારાષ્ટ્રમાં ચાલુ રાખવી હશે, તો તેમણે 16 માર્ચ સુધી આવશ્યક લાયસન્સ માટે રાજ્ય સરકાર પાસે અરજી કરવાની રહેશે એવો ચોખ્ખા શબ્દોમાં બોમ્બે હાઈ કોર્ટે આદેશ આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો!!! ધોળો હાથી સાબિત થયેલી એસી લોકલમાં 15 દિવસમાં જ આ કારણથી પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ… જાણો વિગતે
જે કંપનીઓ પાસે આવશ્યક લાઈસન્સ નથી એવી કંપનીઓએ ટેકસી સેવા આપવા પર પ્રતિબંધ મૂકવાથી સામાન્ય પ્રવાસીઓને તકલીફ થઈ શકે છે, છતાં આ કંપનીઓએ સરકારી નિયમ અને કાયદાનું પાલન કરવાનું રહેશે એવો નિર્દેશ હાઈકોર્ટે આપ્યો હતો.
એક જનહિત ની અરજી પર ચાલી રહેલી સુનાવણી દરમિયાન ઓલા- ઉબેર જેવી કંપનીઓએ 16 માર્ચ સુધી લાયસન્સ માટે અરજી કરવા માટે કોર્ટે કહ્યું છે.