197
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર
મુંબઈ શહેરના ડેપ્યુટી પોલીસ કમિશ્નરે આખા મુંબઈ શહેર અને સબર્બમાં ધારા 144 લાગુ કરી દીધી છે. આ ધારા આગામી ૪૮ કલાક માટે લાગુ રહેશે. આ આદેશ જાહેર કરવા પાછળનો ઉદ્દેશ્ય કોરોનાનો વધતો પ્રકોપ અને હાલમાં જ અમરાવતી અને માલેગામ તેમજ નાંદેડમાં થયેલી હિંસા માનવામાં આવે છે. જે કોઈ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરશે તેના પર ભારતીય દંડ સંહિતાની ધારા ૧૮૮ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મુંબઇ પોલીસે મુંબઈ શહેરમાં આગામી બે દિવસ માટે તમામ ધરણાં અને આંદોલન તેમજ સરઘસ પર પ્રતિબંધ મૂક્યો છે.
જોકે આ સિવાય અન્ય કોઇ પ્રકારની ચોખવટ કરવામાં આવી નથી.
You Might Be Interested In