Site icon

વાહ!!! એસી લોકલના ભાડા ઘટવાની સાથે મુંબઈગરાનો ઘસારો, પહેલા જ દિવસે વેસ્ટર્નમાં આટલા ટકા પ્રવાસી વધ્યાં; જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai AC local)માં પડી રહેલી કાળઝાળ ગરમીની અસર હેઠળ એસી લોકલમાં પ્રવાસ કરનારાઓની (commuters) સંખ્યા વધી ગઈ છે. એસી લોકલના ભાડા ઘટવા(AC local fare drop)ના પહેલા જ દિવસે વેસ્ટર્ન રેલવે(Western Railway)ની એસી લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યામાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે સેન્ટ્રલ રેલવે(Central Railway)માં પહેલા દિવસે થોડો મોળો પ્રતિસાદ મળ્યો હતો.

Join Our WhatsApp Community

રેલવે દ્વારા ગુરુવાર 5 મે, 2022થી એસી લોકલની(Train ticket) ટિકિટના ભાવમાં 50 ટકાનો ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે, તેને કારણે મોટી સંખ્યામાં મુંબઈગરા એસી લોકલ તરફ વળ્યાં છે.

આ સમાચાર પણ વાંચો : BMCનો પચકો, સતત બીજા દિવસે સાંસદ નવનીત રાણાના ઘરેથી ખાલી હાથે ફરી; જાણો વિગતે.

ખાસ કરીને વેસ્ટર્ન રેલવેમાં(Western railway) પહેલા જ દિવસે મોટી સંખ્યામાં લોકોએ એસી ટ્રેનનો પ્રવાસ કર્યો હતો. અગાઉ બોરીવલીથી એસી લોકલની ટિકિટ 150 રૂપિયા હતી, તે હવે 70 રૂપિયા થઈ ગઈ છે. 50 ટકાથી વધુ ઘટાડો ટિકિટના ભાવમાં થતા ગરમીથી રાહત મેળવવા લોકો એસી ટ્રેન તરફ વળ્યા છે. જોકે સેન્ટ્રલ રેલવેના પ્રવક્તા કહેવા મુજબ પહેલા દિવસે થોડો મોળો પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ ધીમે ધીમે લોકો એસી લોકલ તરફ વળશે.
 

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version