Site icon

 ઘાટકોપર વિસ્તારમાં લાગેલી આગ સંદર્ભે આવ્યા મોટા સમાચાર, આ  ભીષણ આગમાં એક કચ્છી વ્યક્તિનું નીપજ્યું મોત.. ચાર ઘાયલ.. 

One dead 4 injured in Fire near hospital in Mumbai's Ghatkopar

ઘાટકોપર વિસ્તારમાં લાગેલી આગ સંદર્ભે આવ્યા મોટા સમાચાર, આ ભીષણ આગમાં એક કચ્છી વ્યક્તિનું નીપજ્યું મોત.. ચાર ઘાયલ..

News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરના ઘાટકોપર રેલવે સ્ટેશન પાસે પારેખ હોસ્પિટલની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. ભીષણ આગને કારણે કેટલાય કિલોમીટર દુર ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. દરમિયાન આ આગમાં એક વ્યક્તિનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આગમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ કોરશી દેડિયા તરીકે થઈ છે. અન્ય એકની હાલત ગંભીર છે. આ આગમાં 4 વધુ ઘાયલ થયા છે અને તેમાંથી 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

Join Our WhatsApp Community

ઘટનાની જાણ થતાં જ ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનામાં ઘણું નુકસાન થવાની આશંકા છે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

આ સમાચાર પણ વાંચો:  પ્રવીણ દરેકર અને કિરીટ સોમૈયા બાદ હવે આ ભાજપ નેતાને મળી ક્લીનચીટ,મુંબઈ પોલીસે કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરી કેસ કર્યો બંધ..

34 Walkathons: સાંસદ ક્રીડા મહોત્સવ 2025ના ભાગરૂપે આજે ઉત્તર મુંબઈમાં કુલ 34 વોકેથોન યોજાઈ
Mumbai Monorail: મુંબઈમાં મોટો ખતરો: મોનોરેલ પાટા પરથી ઉતરી, પ્રથમ ડબ્બો હવામાં લટક્યો! જુઓ આઘાતજનક વિડિયો
Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Akasa Air emergency exit: ટેકઓફ પહેલા ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ: વારાણસી-મુંબઈ અકાસા એરની ફ્લાઇટમાં હોબાળો
Exit mobile version