ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 20 એપ્રિલ 2021.
મંગળવાર.
મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં વેક્સિનની અછત સર્જાતા ફરી એક વેક્સિનેશન સેન્ટર આજે બંધ કરવામાં આવ્યું છે.
મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ માં જમ્બો વેક્સીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે એની બહાર 'વેક્સિન આઉટ ઓફ સ્ટોક' નું બોર્ડ મૂકવામાં આવ્યું છે. વેક્સિન સેન્ટરના ડીન રાજેશ ડેરે એ જણાવ્યા મુજબ, "અમારી પાસે સાડા ત્રણસોથી ચારસો કોવિશિલ્ડના ડોઝ હતા. જે અમે આજે લોકોને આપી દીધા. અમે હવે વધુ ડોઝ ની રાહ જોઈ રહ્યા છીએ. જોકે અમારી પાસે 2000 કોવાક્સિન છે, પરંતુ તે બીજા ડોઝ માટે ઉપલબ્ધ છે.” વધુમાં તેઓ જણાવે છે કે અમને એવી માહિતી મળી છે કે આજે સાંજ સુધીમાં અમને બીજા કોવિશિલ્ડ મળી જશે. જો એમ થશે તો અમે આવતીકાલથી રસીકરણ ની પ્રક્રિયા ફરીથી શરૂ કરીશું.
મોટા સમાચાર : મરાઠા સામ્રાજ્યના સમ્રાટ બાજીરાવ પેશ્વાના વંશજ નું કોરોના થી નિધન.
બાંદરા કુર્લા કોમ્પલેક્સ માં વેક્સિનેશન ફરી બંધ #Mumbai #COVID19 #coronavirus #coronavaccination #BKC pic.twitter.com/ZOYKp5jihq
— news continuous (@NewsContinuous) April 20, 2021