મોબાઈલ બચાવવા જતા હજી વધુ એક મહિલાએ જીવ ગુમાવ્યો; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧

શુક્રવાર

થાણેમાં બાઇક સવાર લૂંટારૂઓએ રિક્ષામાં જતી એક મહિલાનો ફોન ખેચવાની કોશિશ કરી હતી મોબાઇલ ફોન બચાવવાના પ્રયાસમાં આ 27 વર્ષીય મહિલા રિક્ષામાંથી પડી ગઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી જયારે આ મહિલા તેણી સહેલી સાથે રિક્ષામાં ઘરે જઈ રહી હતી. આ મહિલા વિઆના મોલના સ્પામાં બ્યુટિશિયન તરીકે કામ કરતી હતી અને સાંતાક્રુઝ ખાતે કલીનામાં રહે છે.

આ ઘટના બનતા તરત જ મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેનું તત્કાળ મૃત્યુ થઈ ગયું હતું. ગુરુવારે તેની સહેલીએ આ બાબતની ફરિયાદ નૌપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અને પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી. નૌપાડા પોલીસે ૨૪ કલાકની અંદર જ બંને આરોપી 20 વર્ષીય અલ્કેશ પરવેઝ મોમિન અન્સારી અને સોહેલ રમઝાન અન્સારી, 18ની ધરપકડ કરી હતી.

નવા આંકડા આવતાની સાથે જ આ શહેરમાં મોલ સહિત તમામ એક્ટિવિટીને છૂટ. દુકાન પણ સાંજે ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે. જાણો વિગત  

પોલીસની આ કામગીરી બદલ પોલીસ કમિશનરે નૌપાડા પોલીસ સ્ટેશનને ૨૫ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે આ જ પ્રકારની ઘટના લોકલ ટ્રેનમાં બની હતી. જેમાં કલવા સ્ટેશન નજીક એક મહિલા મોબાઈલ ચોર સાથે થયેલી ઝડપમાં ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગઈ હતી અને મૃત્યુ પામી હતી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More