ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર, 2021
સોમવાર
દેશમાં માર્ગ અકસ્માતમાં રાહદારીઓ અને ટુ-વ્હીલર સવારો મુખ્યત્વે ભોગ બને છે. દેશમાં 30%થી વધુ મૃત્યુ માર્ગ અકસ્માતમાં થાય છે. તેવું નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના (NCRB) અહેવાલમાંથી જાણવા મળ્યું છે.
મુંબઈમાં વર્ષ 2017 અને 2020ની વચ્ચે 1,681 માર્ગ અકસ્માત મૃત્યુ પૈકી, 17.5% થી વધુ હિટ એન્ડ રનમાં થયેલા મૃત્યુ હતા. એટલે કે દર પાંચ અકસ્માતમાં એક કેસ હિટ એન્ડ રનનો હોય છે. આ જ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં આ પ્રમાણ 23%થી વધુ હતું.
નિષ્ણાતો કહે છે કે મોટાભાગના માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો, ખાસ કરીને હિટ એન્ડ રનના કેસમાં ઘાયલને તાત્કાલિક તબીબી સહાય ન મળવાને કારણે મૃત્યુ પામે છે. જો આરોપી ડ્રાઇવરો ભાગી જવાને બદલે ઘાયલને મદદ કરે તો કરે તો તેને બચાવી શકાય છે.ભાગ્યે જ પાંચ ટકા હિટ એન્ડ રન કેસ વણઉકેલ્યા રહે છે. આવા કિસ્સાઓમાં, આરોપીઓ પર પીડિતને તબીબી સહાય ન આપવા બદલ મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે.
કૃષિ કાયદા પર આ રાજ્યના રાજ્યપાલનું મોટું નિવેદન, કહ્યું- જરૂર પડે કૃષિ કાયદા અંગે ફરી બિલ લાવી શકાય
વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્રોફેશનલ સ્ટડીઝ (VIPS) ના એક સંશોધનનો લેખ હિટ એન્ડ રન કેસ અને તેના કાનૂની પરિણામોનું વર્ણન કરે છે. આ કેસોમાં સૌથી મોટો મુદ્દો સીધા પુરાવાનો અભાવ છે, જેના કારણે પોલીસ માટે તપાસ કરવી મુશ્કેલ બની જાય છે.
IPS અધિકારીમાંથી વકીલ બનેલા વાય.પી. સિંહે મીડિયાને જણાવ્યું હતું કે મોટર અકસ્માત મૃત્યુ સંબંધિત કેસોમાં, "આકસ્મિક મૃત્યુ" શું છે અને " દોષિત હત્યા" શું છે તેની કાનૂની વ્યાખ્યામાં સ્પષ્ટતાનો સંપૂર્ણ અભાવ છે. જ્યારે આકસ્મિક મૃત્યુ એ જામીનપાત્ર ગુનો છે, તો દોષિત હત્યા અપરાધપાત્ર ગુનો છે. ઘણા ગંભીર કિસ્સાઓમાં હળવી કલમો લાગુ કરવામાં આવે છે. કાનુની વ્યાખ્યાની સ્પષ્ટતાનો અભાવ ઘણીવાર પીડિતો અને તેમના પરિવારોને અન્યાય તરફ દોરી જાય છે
એક પરિવહન અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે સામાન્ય રીતે મુંબઈના રસ્તાઓ પર બધા પ્રકારના અકસ્માતમાં 47% મૃત્યુ રાહદારીઓના થાય છે. જ્યારે બાઈકર્સના મૃત્યુનું પ્રમાણ 41% છે. સ્પીડ મેનેજમેન્ટ અને રાહદારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા એ આવા રોડ અકસ્માતથી થતા મૃત્યુને ઘટાડવા માટે ચાવીરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે, "બધા રાહદારીઓના માર્ગો હોકર્સ દ્વારા અતિક્રમણથી મુક્ત હોવા જરૂરી છે.