Site icon

મુંબઈમાં દિન દહાડે લોકોની નજર સામે હત્યા કાંડ, ગ્રાન્ટ રોડમાં ચાકુ મારીને ચારની હત્યા એક ઘાયલ. વિડીયો વાયરલ થયો.

One person kills four people at Grant Road

મુંબઈમાં દિન દહાડે લોકોની નજર સામે હત્યા કાંડ, ગ્રાન્ટ રોડમાં ચાકુ મારીને ચારની હત્યા એક ઘાયલ. વિડીયો વાયરલ થયો.

News Continuous Bureau | Mumbai

 શુક્રવારના દિવસે ગ્રાન્ટ રોડમાં લોકોની નજર સામે એક વ્યક્તિએ મોટી છરી થી ચાર લોકોને મારી નાખ્યા. ચોકાવનારી બાબત એ છે કે જ્યારે આ હત્યાકાંડ ચાલી રહ્યો હતો ત્યારે સેકડોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉભા હતા તેમ જ અનેક લોકોએ આ હત્યાકાંડ નો વિડીયો પણ બનાવ્યો. જ્યારે આ હત્યાકાંડ ચાલી રહ્યો હતો ત્યારે લોકો શોર કરી રહ્યા હતા  પરંતુ ટોળું ભેગું થઈ ગયું હોવા છતાં અનેક લોકો મૃત્યુ પામ્યા.

આ સમાચાર પણ વાંચો :  Lip care: સુકા હોઠને મુલાયમ અને ગુલાબી બનાવવા માંગો છો, તો અજમાવો આ ઘરગથ્થુ ઉપાય..

એક બિલ્ડીંગના બીજા માળની ગેલેરીમાં ચડીને એક શખ્સે એક પછી એક 5 યુવકોને માર માર્યો હતો. બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આરોપીનું નામ ચેતન ગાલા છે અને તેની ઉંમર 54 વર્ષ હોવાનું કહેવાય છે. આ ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે પાર્વતી મેન્શન બિલ્ડિંગના બીજા માળને સંપૂર્ણ રીતે સીલ કરી દીધો છે, જ્યાં આ ઘટના બની હતી. ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે અને તપાસ ચાલુ છે. પોલીસ આરોપીની સતત પૂછપરછ કરી રહી છે.

 

Exit mobile version