ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
વેક્સિનના બંને ડોઝ લેનારાને 15મી ઑગસ્ટથી લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી આપવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયનો ફટકો હજારો નોકરિયાત અને વેપારી વર્ગને પડવાનો છે. મુંબઈમાં 18થી 44 વર્ષની વયના ફકત 2.22 ટકા લોકોએ જ વેક્સિનના બંને ડોઝ લીધા છે, તો 45થી 51 વર્ષના 42 ટકા નાગરિકોએ જ વેક્સિનના બંને ડોઝ લીધા છે. એથી આટલા લોકો જ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકવાના છે.
મુંબઈમાં 1 મે, 2021થી 18થી 44 વર્ષના લોકો માટે વેક્સિનેશન ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ વેક્સિનના અભાવ વચ્ચે તેઓ માટે વેક્સિનેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. જૂનથી ફરી તમામ લોકો માટે મફત વેક્સિન આપવાનું ચાલુ કરવામાં આવ્યું હતું, છતાં રસીના અભાવે 18થી 44 વર્ષના માત્ર 45 ટકા લોકો જ વેક્સિનનો પહેલો ડોઝ લઈ શક્યા છે. વેક્સિનના બંને ડોઝ લેનારાનું પ્રમાણ માત્ર 2.22 ટકા જ છે, તો 45થી 59 વર્ષના એજ ગ્રુપમાં પહેલો ડોઝ લેનારાનું પ્રમાણ 78 ટકા અને બીજો ડોઝ લેનારાનું પ્રમાણ 42 ટકા છે.
ઉદ્ધવ સરકારે ફરી મોદીની બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઘોંચ મારી, ટેન્ડર ડીલે થયું, આ છે કારણ;જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે 18થી 44 વર્ષની ઉંમરના નાગરિકોમાં પહેલો ડોઝ લેનારા 67 ટકા તો બીજો ડોઝ લેનારામાંથી 57 ટકા નાગરિકોએ ખાનગી વેક્સિનેશન સેન્ટરમાં જઈને વેક્સિન લીધી છે. તેથી આ વયજૂથમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા તથા મધ્યમ વર્ગી લોકો હજી પણ વેક્સિનની રાહ જોઈ રહ્યા છે. એથી ફરી વેક્સિનેશનને લઈને વિવાદ થવાનો છે. જેને ખાનગી સેન્ટરમાં જઈને વેક્સિન લેવાનું પરવડે છે તેઓ જ લોકલમાં પ્રવાસ કરી શકે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.
