Site icon

મહારાષ્ટ્ર સરકારનો આ તો કેવો કારભાર? 4,700 બેડરીડનમાંથી આટલા લોકોને જ ઘરે વેકિસન મળી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

બીમાર તથા શારીરિક રીતે અક્ષમ હોય એવા બેડરીડન લોકોને ઘરે-ઘરે જઈને વેક્સિન આપવાની મુંબઈ પાલિકાએ ઝુંબેશ ચાલુ કરી છે. એમાં અત્યાર સુધી મુંબઈમાં 4,715 બેડરીડન લોકોએ ઘરે વેક્સિન લેવા પોતાનાં નામ નોંધાવ્યાં છે, પરંતુ અત્યાર સુધી માત્ર 602 લોકોને જ ઘરે જઈને વેકિસન આપવામાં આવી છે. એથી મહારાષ્ટ્ર સરકાર સહિત મુંબઈ મહાનગરપાલિકાના કારભાર સામે આંગળી ચીંધાઈ રહી છે.

ઘાટકોપર વિસ્તારમાં અજાણ્યા લોકોએ બર્થડે નિમિત્તે રસ્તા પર ૩૩ કેક કાપી, આવતા-જતા લોકો પર કેક ફેંકી; જુઓ વીડિયો

અઠવાડિયા પહેલાં રાજ્ય સરકારે વર્ષોથી પથારીમાં હોય તેવા લોકોને ઘરે જઈને વેક્સિન આપવાની યોજના જાહેર કરી હતી. પાલિકા બિનસરકારી સંસ્થાની મદદથી ઘરે જઈને વેક્સિન આપી રહી છે. જોકે ધીમી ગતિએ કામ ચાલી રહ્યું હોવાથી રજિસ્ટર્ડ થયેલા લોકોને પાલિકા ક્યારે વેકિસન આપી રહેશે એવા સવાલ થઈ રહ્યા છે. ત્યારે  પાલિકાના કહેવા મુજબ બેડરિડન લોકોને તેઓ છ મહિનાથી પથારીવશ હોવાનું ડૉક્ટર પાસેથી સર્ટિફિકેટ મેળવવામાં મોડું થઈ રહ્યું છે. એથી વેક્સિનેશન પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

Vishvabharati Sansthan Event:’જૂઈ – મેળો ‘ નું વાર્ષિક અધિવેશન મલાડ, મુંબઈમાં સંપન્ન થયું
Mumbai Cyber Crime: નકલી જ્યોતિષની જાળમાં ફસાયેલી પત્નીને પતિએ ૧ કલાક ૪૫ મિનિટ સુધી ફોન પર વાત કરી મોતના મુખમાંથી બચાવી
Tata Hospital Accident:ટાટા હોસ્પિટલના બાંધકામ સ્થળે મોતનો સળિયો: પાંચમા માળેથી સળિયો પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત; એન્જિનિયર અને સુપરવાઈઝર વિરુદ્ધ FIR
Mumbai Vidhan Bhavan: વિધાન ભવન બહાર હાઈવોલ્ટેજ ડ્રામા: ખેડૂતે આત્મવિલોપનના નામે પોતાના પર ‘રસના’ રેડ્યું! જાણો પોલીસ કેમ ચોંકી ગઈ?
Exit mobile version