ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
ભારત ડાયમંડ બુર્સની બહાર જોરદાર ભીડ થયા બાદ ડાયમંડ બુર્સ તરફથી પ્રશાસનિક કામ જોઈ રહેલા લોકો બહાર આવ્યા હતા. તેમણે સાર્વજનિક રીતે જાહેરાત કરી હતી કે ભારત ડાયમંડ બુર્સમાં આજ પછી માત્ર મર્યાદિત લોકોને એન્ટ્રી મળશે.
જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે દરેક ઑફિસને પોતાની સ્પેસ પ્રમાણે માત્ર મર્યાદિત લોકોને એન્ટ્રી આપવામાં આવશે. એટલે કે ઑફિસનો એક કોટા હશે એ કોટામાં જેટલા લોકોને પરવાનગી હશે તેટલા લોકોને જ એન્ટ્રી મળશે.
આ નિયમ અને કાયદો પહેલી જૂન સુધી અથવા લોકડાઉન જ્યાં સુધી અમલી રહે છે ત્યાં સુધી લાગુ રહેશે. આ ઉપરાંત બૅન્કનાં કામ કરવા માટે દસ દિવસમાં એક વખત એક વ્યક્તિને એન્ટ્રી મળશે. આમ ભારત ડાયમંડ બુર્સમાં હવે એન્ટ્રી પહેલાંની જેમ સરળ નહીં રહે.
ભારત ડાયમંડ બુર્સની બહાર હંગામો : બધાની એન્ટ્રી બંધ#Bharatdiamondbourse #Entry #close #BKC #Mumbai pic.twitter.com/unAdBjeZdp
— news continuous (@NewsContinuous) May 19, 2021