194
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર
મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. પર્યટન સેવાઓને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. ખાનગી કંપનીઓ અને સરકાર બાદ હવે બેસ્ટ પ્રશાસને પણ પર્યટકો માટે ઓપન ડેક બસ સર્વિસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સર્વિસ દેશી-વિદેશી બંને પર્યટકો માટે શરૂ કરવામાં આવશે. બેસ્ટ બે ખુલ્લી ડેક બસો દક્ષિણ મુંબઈમાં દોડાવશે. અધિકારીઓએ જણાવ્યું કે 3 નવેમ્બરથી પ્રવાસીઓ આ બસોમાં સવારીનો આનંદ માણી શકશે.
ઓપન ડેક બસમાં પ્રવાસ કરવા માટે ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે. ઓપન બસની ટોપ ઉપર સવારી માટે પર્યટકોએ 150 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે નીચેના ડેકમાં બેસનારા પર્યટકોએ 75 રૂપિયા ભાડું આપવું પડશે.
આ બસ દક્ષિણ મુંબઈમાં હેરિટેજ ઈમારતો, સ્મારકો અને પ્રવાસીઓની રુચિના સ્થળોથી પસાર થઈને રાઈડ કરાવશે.
You Might Be Interested In