ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 સપ્ટેમ્બર, 2021
બુધવાર
મુંબઈવાસીઓ સાથે એવું થયું કે ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને રોટલો. શહેરમાં લોકોને રસી લેવા માટે પડાપડી કરવી પડે છે. ઘણા લોકોએ બીજા ડોઝની મુદ્દત પૂર્ણ થયા બાદ રસીની અછત હોવાથી બીજો ડોઝ પણ લીધો નથી. હજી પ્રથમ ડોઝ ન લેનારા લોકોની સંખ્યા પણ વધુ છે. એવામાં મુંબઈની બહારના લોકોએ અહીં આવીને રસીકરણનો લાભ લઈ લીધો છે.
શહેરમાં આજ સુધી 1.18 કરોડ જેટલા લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. પાલિકાએ દાવો કર્યો છે કે 80% મુંબઈગરાઓએ ઓછામાં ઓછો એક ડોઝ લઈ લીધો છે.
આ વર્ષે ગણેશોત્સવમાં મૂર્તિઓની સંખ્યામાં આટલો વધારો જોવા મળ્યો; જાણો વિગત
શહેરમાં હજી ૯૦ લાખ લોકોએ પહેલો ડોઝ પણ લીધો નથી. ત્યારે એવી માહિતી મળી છે કે મુંબઈમાં વેક્સિન લેનારી 10માંથી 4 વ્યક્તિ મુંબઈની બહારની છે.
પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા જે વિસ્તારોમાં રસીકરણ થયા છે ત્યાં રસી લેવા માટે શહેરની બહારથી આવનારા લોકોની સંખ્યાને બાદ કરીએ તો મુંબઈમાં વેક્સિનનો એક અથવા બંને ડોઝ લેનારાઓની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે.