મુંબઈમાં રાતભર થયેલા ભારે વરસાદને લીધે વિવિધ બનાવમાં ૩૦થી વધુ લોકોનાં મોત થયાં છે.
આ બનાવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યકત કર્યો હતો.
પ્રત્યકે મૃતકના પરિવારને વડાપ્રધાને બે લાખ રૂપિયા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે મુંબઇમાં વરસાદમાં ઇમારત, ઘર, દીવાલ, ઝાડ તૂટી પડવાની ઘટનામાં અનેક જણ જીવ ગુમાવતા હોય છે. દર વર્ષે આ પ્રકારના બનાવ બનતા હોવાથી લોકોની સુરક્ષા બાબતે જરૂરી પગલા ભરવા જોઇએ એવી ચર્ચા થઇ રહી છે.
