ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 ઓક્ટોબર 2020
નગરસેવકો નું મુખ્ય કામ જનતાના પ્રશ્નો સદનમાં મુકવાનું અને સમસ્યાનો ઉકેલ લાવવાનું છે. પરંતુ હાલમાં થયેલાં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નગરસેવકો એ બીએમસીની જનરલ બોડી અથવા નાગરિક સમિતિની બેઠકોમાં કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલા 50% થી વધુ પ્રશ્નો સમસ્યાઓથી વિપરીત હતાં. પૂછયેલાં પ્રશ્નો ને જનતાની સમસ્યાઓ સાથે કોઈ લેવાદેવા ન હતું. દાખલા તરીકે, 2019-20 નાણાકીય વર્ષમાં કોર્પોરેટરો દ્વારા ઉઠાવવામાં આવેલા કુલ 2,270 પ્રશ્નોમાંથી 253 રસ્તાઓ, સ્મારકો અથવા સ્ટેશનોના નામ બદલવા, 139 અનધિકૃત બાંધકામો સહિતની ઇમારતોની સ્થિતિ અંગે અને 62 પ્રશ્નો બીએમસીમાં માનવ સંસાધનોને લગતા હતા. જ્યારે 2019-20 દરમિયાન સૌથી મહત્વના પ્રશ્નો સ્વચ્છતા-સંબંધિત ફરિયાદો ધરાવતા વોર્ડના હતા. જ્યા સૌથી વધુ કોવિડ કન્ટેન્ટ ઝોન આવેલા હતા.
ડેટા બતાવે છે કે 13 કોર્પોરેટરોએ નાગરિકોની સમસ્યાઓ ને લાગતા કોઈપણ પ્રશ્નો પૂછ્યા ન હતા અને તેમાના ત્રણ સભ્યોએ 2017 ની BMC ચૂંટણી પછી કોઈ મુદ્દે એક પણ પ્રશ્ન પૂછ્યો ન હતો. વાત કરીએ પાર્ટી મુજબ, તો કોંગ્રેસ કોર્પોરેટરોનો સરેરાશ સ્કોર 2019-20માં શ્રેષ્ઠ હતો (57.9%) ત્યારબાદ ભાજપ (56.7%) અને શિવસેના (55.3%).
તેમ છતાં ભારતનાં ઘણાં શહેરોમાં રોગચાળા દરમિયાન ભૂમિ-સ્તરની રાહત અને હસ્તક્ષેપમાં કાઉન્સિલરો મોખરે રહ્યા છે. જયારે મુંબઈમાં સ્થાનિક શાસનની હાલની રચનાને જોતાં, કાઉન્સિલરો પાયાના પ્રશ્નો પણ પૂછીને ઉકેલી શક્યા નથી. તેમના મતદારોની જરૂરિયાતોનું મહત્તમ ધ્યાન આ નગરસેવકો રાખી શક્યા નથી.
કોર્પોરેટરો પર થયેલો સર્વે સૂચવે છે કે શહેરના મોટાભાગના કોર્પોરેટરો જનતાના પ્રશ્નો ની અગ્રતાની સમજી શક્યા નથી. આથી જ નાગરિક સુવિધાઓ ના મામલે મુંબઇ, ભારતમાં પ્રથમ ક્રમાંકથી ખસીને પાછળ ધકેલાઈ ગયું છે કારણ કે નાગરિક સેવાઓ અને માળખાગત સુવિધાની ગુણવત્તા મુંબઈમાં ઓછી છે. આથી કોર્પોરેટરોએ લોકોની મુખ્ય ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે અને, અગત્યનું, આ સમસ્યાઓ પર સમયસર ધ્યાન આપવું જરૂરી છે.
