ચોંકાવનારો આંકડો : અત્યારે મુંબઈમાં આટલા લાખ લોકો ઘરમાં બંધ છે. એટલે કે કોરન્ટીન થયા છે. 

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

16 માર્ચ 2021

મુંબઈ શહેરમાં કોરોના ની બગડતી પરિસ્થિતિને કારણે હવે વધુ ને વધુ લોકોને કોરન્ટીન રહેવું પડી રહ્યું છે. મહાનગર પાલિકાએ જાહેર કરેલા આંકડા મુજબ અત્યારે મુંબઈ શહેરમાં 2,11,101 લોકો પોતાના ઘરે કોરન્ટીન કરવામાં આવ્યા છે. એટલે કે આટલા લોકો પોતાના ઘરે જ છે અને તેઓને બહાર નીકળવાની પરવાનગી નથી. આ ઉપરાંત ૫૪૧ લોકો સરકારી કોરન્ટીન સેન્ટરમાં ભરતી થયા છે. ગત જાન્યુઆરી મહિનામાં આ આંકડો સાવ નીચો હતો. પરંતુ જેમ જેમ કોરોના નો પ્રભાવ વધતો ગયો તેમ અલગ-અલગ વિસ્તારો ને સીલ કરવામાં આવ્યા. ઘણી ખરી ઇમારતો અને ઝૂંપડપટ્ટીઓ ને પણ બંધ કરવામાં આવી. આ કારણથી અત્યારે લાખો લોકો પોતાના ઘરે રહેવા મજબૂર થયા છે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More