Site icon

ગરીબી મેં આટા ગિલા; મહાવિતરણે મુંબઈ રીજનમાં બિલ નહિ ભરનારા હજાર ગ્રાહકોના વીજળીના કનેક્શન કાપ્યાં, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

કોરોનાના કારણે થયેલા આર્થિક નુકસાનને પગલે છેલ્લા અનેક મહિનાથી કેટલાક લોકોએ વીજબિલ ભર્યા ન હતા. હવે મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSDCL)એ મુંબઈ રીજનના આવા પાંચ હજાર ગ્રાહકોનાં જોડાણ હંગામી ધોરણે કાપી નાખ્યાં છે. મુંબઈ, થાણે, પનવેલ સહિતના ગ્રાહકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

અગાઉ પણ પ્રથમ લૉકડાઉન બાદ મહાવિતરણે આ પ્રકારની કાર્યવાહી કરી હતી અનેઘણા ગ્રાહકો પાસેથી બિલની રકમ વસૂલ્યા બાદ વીજપુરવઠો પૂર્વવત્ કરાયો હતો, પરંતુ કોરોનાને કારણે થયેલા બીજા લૉકડાઉનને કારણે આ કાર્યવાહી સ્થગિત કરાઈ હતી. હવે આ મહિનાથી મહાવિતરણે ફરી વીજજોડાણ કાપવાનું શરૂ કરી દીધું હતું.

મુંબઈ મહાનગરપાલિકાની દાદાગીરી : સીધા હાથે નહીં તો ઊલટા હાથે વસૂલશે પૈસા, 2014 પછીનાં તમામ બિલ્ડિંગોને ચૂકવવી પડશે ફાયર સર્વિસ ફી; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યમાં રેસિડેન્શિયલ, કૉમર્શિયલ યુનિટના બે લાખ ગ્રાહકોએ દસ મહિનાથી બિલ બાકી રહ્યા હતા, જેની કુલ રકમ ૪૮,૫૦૦ કરોડ જેટલી હતી. મુંબઈ રીજનમાં આ રકમ ૨૪૨ કરોડ જેટલી હતી.

 

 

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version