News Continuous Bureau | Mumbai
Oxygen Plant Scam Case: કોર્ટે ( Court ) ઓક્સિજન પ્લાન્ટ કૌભાંડ કેસ ( Oxygen Plant Scam Case ) માં ધરપકડ કરાયેલા આરોપી રોમિન છેડા ( Romin Chheda ) ની પોલીસ કસ્ટડી 29 નવેમ્બર સુધી લંબાવી છે. મુંબઈ પોલીસની ( Mumbai Police ) ઈકોનોમિક ઓફેન્સ વિંગ ( EOW ) એ શુક્રવારે છેડાની ધરપકડ કરી હતી.
EOW એ છેડાને કોર્ટમાં રજૂ કર્યો અને તેની કસ્ટડી વધારવાની માંગણી કરી, જેનો છેડાના વકીલે વિરોધ કર્યો. તેમ છતાં પોલીસે છેડાના રિમાન્ડ માટેની કરેલી દલીલને કોર્ટે ગ્રાહ્ય રાખી તેના પોલીસ કસ્ટડીમાં વધારો કર્યો હતો.
આ કંપની દ્વારા કેટલીક નકલી કંપનીઓમાં નાણાં ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા…
EOW અધિકારીએ કોર્ટને જણાવ્યું કે છેડાએ કોની મદદથી આ કોન્ટ્રાક્ટ મેળવ્યો તે નક્કી કરવા માટે તપાસની જરૂર છે. છેડાના બેંક ખાતાઓની વિગતો પણ તપાસવી જરૂરી છે. અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે છેડાએ BMCના કયા અધિકારીને હેન્ડઓવર ટેકઓવર રિપોર્ટ આપ્યો હતો તે અંગે તપાસ કરવાની છે.
આ સમાચાર પણ વાંચોઃ Mumbai Crime: મલાડમાં અગ્નિવીરની તાલીમ લઈ રહેલી મહિલાએ નેવી હોસ્ટેલમાં કરી આત્મહત્યા.. ઉઠ્યા અનેક સવાલો.. જાણો વિગતે
આ કંપની દ્વારા કેટલીક નકલી કંપનીઓમાં નાણાં ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા છે. EOW એ થોડા દિવસો પહેલા ઓક્સિજન પ્લાન્ટ કૌભાંડના સંબંધમાં નાગપાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. આ કેસ નોંધ્યા બાદ પોલીસે તપાસ દરમિયાન આરોપી રોમિન છેડાની ધરપકડ કરી હતી.