News Continuous Bureau | Mumbai
કોરોના પ્રતિબંધક(Covid19 restriction) નિયમ હટાવ્યા બાદ બે વર્ષે મુસ્લિમ કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર રમઝાન(Ramzaan) મહિનાની ઉજવણી કરી રહ્યા છે. લોકો ઈદની(Eid) જબરદસ્ત ખરીદી કરવા બજારમાં ઉમટી રહ્યા છે. ત્યારે દક્ષિણ મુંબઈના(South bombay) ભીંડી બજારમાં વેચાઈ રહેલા પાકિસ્તાની કપડાએ(pakistani cloth) મુસ્લિમ મહિલાઓમાં જબરદસ્ત ક્રેઝ ઊભો કર્યો છે.
ભીંડી બજારમાં(Bhindi baar) મિનારા મસ્જિદનો સામે નો વિસ્તાર નાખુદા મોહલ્લા કહેવાય છે. રોજ સાંજે લોકો રોઝા છોડયા પછી અહીં ખરીદી માટે ઉમટી રહ્યા છે. અહીં મોટા પ્રમાણમાં વેચાઈ રહેલા પાકિસ્તાની કપડાની મહિલાઓ ખરીદી કરતી જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો : એકદમ બ્યુટીફૂલ.. મુંબઈના ભાયખલ્લા રેલવે સ્ટેશને 100 વર્ષ જુના પોતાના ઓરિજનલ લુક રિસ્ટોર કર્યા..જુઓ સુંદર ફોટાઓ… જાણો વિગતે.
અહીં ઉલ્લેખનીય છે ભીંડી બજારનો નાખુદા મોહલ્લો ખરીદી માટે બહુ પ્રખ્યાત છે. કોરોના પ્રતિબંધક તમામ નિયંત્રણો હટી ગયા છે. તેથી રોજ સાંજ બાદ અહીં મોટા પ્રમાણમાં ખરીદી માટે લોકો ભીડ કરી રહ્યા છે. જોકે મહિલાઓનું આકર્ષણ પાકિસ્તાની કપડા બન્યા છે.