News Continuous Bureau | Mumbai
ગેરકાયદેસર ગુટકાની હેરાફેરી પર કડક કાર્યવાહી કરતા, પાલઘર પોલીસે તલાસરી ખાતેથી લગભગ ₹33 લાખનો ગુટકા જપ્ત કર્યો છે. આ મામલામાં પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનોની ગેરકાયદેસર હેરફેર કરવા બદલ બે વ્યક્તીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
તાલસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ, સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને તલાસરી પોલીસની સંયુક્ત ટીમે એક ગુપ્ત માહિતીના આધારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર સુતારકર ઓવરબ્રિજ પાસે એક લાલ રંગના ટેમ્પોને અટકાવ્યો હતો. આ ટેમ્પોમાં કોલ્હાપુર સ્થિત બે કંપનીઓનો માલ હોવાનું જણાવાયું હતું, પરંતુ તેની તપાસ કરતાં અંદરથી ₹20.96 લાખનો તમાકુ અને સંબંધિત ઉત્પાદનોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો પણ જપ્ત કર્યો હતો, જેથી કુલ જપ્ત થયેલી સંપત્તિનું મૂલ્ય ₹32.96 લાખ થયું છે.
આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ડ્રાઈવર બાલુ કિસાન ગંગાવણે (ઉંમર 50) અને રાજુ સંજય કાંબલે (ઉંમર 27) તરીકે થઈ છે, જે બંને મૂળ સાંગલીના રહેવાસી છે. બંને વિરુદ્ધ રાજ્ય-સ્તરના પ્રતિબંધિત આદેશો હેઠળ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો :Bandra Terminus: બાંદ્રા ટર્મિનસ પર રેકેટનો પર્દાફાશ: મહિલા પોલીસ અધિકારી સહિત ત્રણ ઝડપાયા