ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 સપ્ટેમ્બર 2020
મહારાષ્ટ્ર માં શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ ના વાલી પાસે ફી ઉઘરાવવામાં આવી રહી છે. આના વિરુધ્ધ મુંબઇ અને આજુબાજુની 15 શાળાઓના માતા-પિતાએ હાઇકોર્ટ માં ઘા નાંખવાનું નક્કી કર્યું છે. લોકડાઉનને કારણે શાળાની સ્થગીત પ્રવૃત્તિઓ માટે ફી ચાર્જ ન લેવાની માંગ શાળા સમક્ષ કરી રહયાં છે.. સોમવારે 20 થી વધુ શાળાઓના વાલીઓએ સિટી એનજીઓ ફોરમ ફોર ફેરનેસ ઇન એજ્યુકેશનના છત્ર હેઠળ વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. “બધી સ્કૂલોમાં વિવિધ ફી સ્ટ્રક્ચર્સ હોવાને કારણે, અમે માતા-પિતાને સલાહ આપી છે કે તેઓને વ્યક્તિગત અરજીઓ હાઇકોર્ટમાં ફાઇલ કરો. લોકડાઉન દરમિયાન ફી વસૂલવા અથવા ફી વધારવા અંગેના વિભાગના આદેશને રોકવામાં આવ્યો છે, ત્યારે શાળાઓ રાજ્યના કેપ્ટેશન ફી અધિનિયમ મુજબ મંજૂરી ન આપતા વિવિધ હેડ હેઠળ ચાર્જ વસૂલતી હોય છે. માતા-પિતા આ કાયદાની જોગવાઈઓ હેઠળ રાહત મેળવી શકે છે." એમ ઉપરોકત ફોરમ દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી હતી..
ઘણાં માતાપિતાએ દાવો કર્યો હતો કે શાળાઓ એ ફી ચુકવણી માટે ડેડ લાઈન આપી હતી અને એ સમય દરમ્યાન ફી ન ભરાતા વિદ્યાર્થીઓને ઓનલાઇન વર્ગો મા બેસવાની ના પાડવામાં આવી હતી. કેટલીક શાળાઓ માતા-પિતાને ફી માં રાહત આપવાને બદલે ઇ-લર્નિંગ માટે ગેજેટ્સ ખરીદવા દબાણ કરે છે, એમ એક માતા-પિતાએ જણાવ્યું હતું. નામ ન આપવાની શરતે એક વાલીએ એમ પણ કહ્યું હતું કે, "કેટલીક શાળાઓ સેલેરી સ્લીપ અથવાતો ઇન્કમ ટેક્સ રિટર્ન જેવા નાણાકીય રેકોર્ડની માંગ કરી રહયાં છે." આમ વિવિધ પ્રકારની કનડગતથી કંટાળી વાલી ઓ હાઇકોર્ટ નો દરવાજો ખખડાવવા જઈ રહ્યાં છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com