ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર
સરકારે રાજ્યના આરોગ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી સ્કૂલો શરુ કરવી જાેઈએ અને તે માટે પૂરતી ખબરદારી સ્કૂલોએ લેવી પડશે. ઉપરાંત સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વર્ગખંડ ઓછાં છે. ત્યારે સુરક્ષિત અંતરનું પાલન સ્કૂલો કઈ રીતે કરાવી શકશે, એવો ભય વ્યક્ત કરી પહેલી ડિસેમ્બરથી સ્કૂલો શરુ કરવી જાેખમી હોવાનું જણાવી ઓનલાઈન સ્કૂલિંગ પર જ અત્યારે ભાર આપવાનો મત ઈન્ડિયા પેરેન્ટ એસોસિએશને વ્યક્ત કર્યો છે. જ્યારે મહારાષ્ટ્ર ઈંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટીઝ એસોસિએશનનું પણ માનવું છે કે સરકારે તેના ર્નિણયનો ફેરવિચાર કરવો જાેઈએ.પહેલી ડિસેમ્બરથી મુંબઈ સહિત રાજ્યભરમાં સ્કૂલો શરુ થવાની છે, ત્યારે વાલીઓને કોરોનાના નવા વેરિએન્ટની ચિંતા સતાવી રહી છે. નવા વેરિએન્ટને કારણે વિશ્વમાં ફરી હાઈએલર્ટ આવી રહ્યાં હોવાથી સ્કૂલો શરુ કરવી જાેખમી બનશે કે કેમ? તેવો ભય વાલીઓ દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે. ગત દોઢ વર્ષથી સ્કૂલો બંધ હોવાથી તેની અસર બાળકોની માનસિકતા પર થઈ છે. આથી સ્કૂલો શરુ થવી જાેઈએ. પરંતુ તે માટે કોરોના સંદર્ભેના તમામ પ્રકારના નિયમોનું પાલન કરવું જરુરી હોવાનું અખિલ ભારતીય વાલી સંગઠનના મુંબઈના પદાધિકારીનું કહેવું છે.
અનિલ અંબાણીને ઝાટકો, રિલાયન્સ કેપિટલ કંપની પર RBIએ કરી આ મોટી કાર્યવાહી; જાણો વિગતે