Site icon News Continuous Bureau | Mumbai

હાશકારો! UAE અને દુબઈથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મોટી જાહેરાત, BMCએ આપી આ શરતોમાં રાહત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

સોમવાર.

મુંબઈ અને મહારાષ્ટ્રમાં જાન્યુઆરીથી કોરોનાના કેસમાં ફરી વધારો થયો હતો. તેથી દુબઈ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) થી મુંબઈ આવતા મુસાફરો માટે સાત દિવસનું હોમ ક્વોરેન્ટાઈન અને RT-PCR ટેસ્ટ ફરજિયાત હતો. જોકે મુંબઈ મહાનગરપાલિકાએ આ અંગે રવિવારે નવી ગાઈડલાઈન બહાર પાડી હતી, તે મુજબ  હવે આ દેશમાંથી આવતા પ્રવાસીઓને આ શરતમાં રાહત આપવામાં આવી છે.

ડિસેમ્બર ના છેલ્લા અઠવાડિયામાં મુંબઈ મનપાએ મુંબઈમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમીક્રોનના વધતા જોખમને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાજી હતી. તે મુજબ દુબઈ અને યુએઈથી મુંબઈ આવતા મુસાફરોએ સાત દિવસ ફરજિયાત હોમ ક્વોરેન્ટાઈન રહેવાનું હતું અને RTPCR  ટેસ્ટ કરાવવાની ફરજિયાત હતી. 

એ સિવાય મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં રહેતા લોકો જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા આવે છે તેમને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. આ પ્રવાસીઓ માટે તેમના સંબંધિત શહેરના કલેકટર દ્વારા વાહનો ઉપલબ્ધ કરવાના હતા. જોકે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં ઓમીક્રોન અને કોરોના અસરગ્રસ્તોની સંખ્યા ઘટી રહી છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી  છે. તે મુજબ દુબઈ અને યુએઈથી આવતા મુસાફરોને હવે સાત  દિવસના હોમ ક્વોરેન્ટાઈન અને RT-PCR  ટેસ્ટમાંથી છુટકારો આપવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાનો આ નિર્ણય મધ્યરાત્રિ એટલે કે 17મી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે.

ઓહ… સુપ્રસિદ્ધ કથ્થક નૃત્યના પંડિતનું નિધન થયું.  

આ દરમિયાન મુંબઈમાં કોરોનાનો ગ્રાફ સતત ચોથા દિવસે ઘટ્યો છે. શનિવારની તુલનામાં, કોરોના પીડિતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. રવિવારના રિપોર્ટ અનુસાર મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 7,895 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. તો 11 દર્દીઓના મોત થયા હતા. હાલ  મુંબઈમાં સક્રિય દર્દીઓની સંખ્યા 60,371 છે.

Fake CM OSD Fraud દેવેન્દ્ર ફડણવીસના OSD બની કોન્ટ્રાક્ટર સાથે ₹૩.૨૫ કરોડની છેતરપિંડી મરીન ડ્રાઈવ પોલીસે નકલી અધિકારીને ઝડપી પાડ્યો, ૬ નવેમ્બર સુધી કસ્ટડી
Aishwarya Thackeray Cyber Fraud બાળાસાહેબ ઠાકરેના પૌત્ર અભિનેતા ઐશ્વર્ય ઠાકરે સાયબર ફ્રોડનો ભોગ બન્યા બેંક ખાતામાંથી અજાણતા ₹૧૯,૦૧૫ ઉપડી ગયા, ઓશિવારા પોલીસ મથકે ગુનો દાખલ
Tusshar Kapoor Extortion Threat ૫ કરોડ આપો નહીં તો… તુષાર કપૂરને બિશ્નોઈ ગેંગના નામે અપાઈ ધમકી; મુંબઈ પોલીસની તપાસમાં આવ્યો મોટો ટ્વિસ્ટ.
Dia Mirza BMC Diwali Video Controversy દિયા મિર્ઝાના દિવાળી વીડિયો પર રાજકીય ઘમાસાન; ૪૫ સેકન્ડના વીડિયોમાં ભાજપને શું ખૂંચ્યું? કે BMCએ વીડિયો જ હટાવી દીધો; અભિનેત્રીનો સવાલ
Exit mobile version