ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
રેલવે વિભાગે હવે વિશેષ મોહિમ શરૂ કરી છે. જે અંતર્ગત તમામ રેલવે સ્ટેશનો પર હવે લોકોના આઇડી કાર્ડ ચકાસવામાં આવી રહ્યા છે. આ ચકાસણી દરમિયાન એવી વસ્તુ નોંધાઈ છે કે દર 10 વ્યક્તિઓમાંથી પાંચ વ્યક્તિઓ ના આઇડી કાર્ડ નકલી છે. એટલે કે હાલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકો માંથી ૫૦ ટકા લોકોના નકલી આઇડી કાર્ડ છે.
આ આંકડા સામે આવ્યા પછી રેલવે પ્રશાસન ચોંકી ગયું છે. તેમજ સ્પેશિયલ ટીમ બનાવીને આ નકલી આઈડી કાર્ડ વાળાઓને પકડવાનું કામ ચાલુ છે.
