212
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઑગસ્ટ, 2021
મંગળવાર
દહિસર (પૂર્વ)માં ચેકનાકા પાસે આવેલા જમ્બો કોવિડ સેન્ટરમાંથી આઠ ફૂટ લાંબો અજગર મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. મુંબઈમાં કોરોનાના દર્દી ઘટી ગયા હોવાથી હાલ અહીં કોઈ દર્દી સારવાર નથી લેતા, પરંતુ વેક્સિનેશન ચાલી રહ્યું છે. એથી મોટી સંખ્યામાં કર્મચારી સહિત નાગરિકો વેક્સિન લેવા આવતા હોય છે. કોવિડ સેન્ટરમાંથી મોટો અજગર મળી આવતાં કર્મચારી વર્ગ સહિત લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો. ભારે પ્રયાસ બાદ સર્પમિત્રની મદદ લઈને એને પકડવામાં આવ્યો હતો. સમયસર અજગર પકડાઈ જતાં અનર્થ ટળ્યો હતો. અજગરને બાદમાં બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં છોડી દેવામાં આવ્યો હતો.
વાહ! ઇલેક્ટ્રિક વાહનો માટે હવે દાદરના આ પબ્લિક પાર્કિંગ પ્લૉટમાં મળશે ચાર્જિંગની સુવિધા; જાણો વિગત
You Might Be Interested In