ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 સપ્ટેમ્બર 2020
મહારાષ્ટ્ર સરકારે એનલોકની શરૂઆત કરી ત્યારથી લોકોને ઘરની બહાર નીકળવાની મંજૂરી મળી છે. પરંતુ, સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરવું ફરજિયાત કર્યું હોવા છતાં લોકો માસ્ક ના પહેરવા માટે હવે જાતજાતના બહાનાઓ આપી રહ્યા છે. અજબ ગજબ ના કારણો જાણી તમને પણ હસવું આવશે.
મુંબઈગરાઓ બહાનેબાજ નંબર વન છે.. સાંભળો માસ્ક નહિ પહેરવાના બહાના :–
1) માસ્ક લેવા જ કેમિસ્ટની દુકાને જઈ રહ્યો છું. આ વાક્ય છે મુંબઈગરાઓ નું સૌથી ફેવરિટ અને સામાન્ય..
2) જ્યારે કેટલાક લોકો કહે છે 'માસ્ક કારમાં ભૂલી ગયા છે.' 3) બીજા કેટલાક લોકો કહે છે 'કે ઘરે ભૂલી ગયા' .
4) દંડ ભરવાનો આવે છે ત્યારે હાંફ ચડી જાય છે અને કેટલીક વખત તો બને છે કે તરત ખિસ્સામાંથી માસ્ક કાઢીને પહેરી લેતા હોય છે.
5) પાણી પીવા માટે માસ્ક નીચે નીચે ઉતાર્યું હતું '
આવા જાત જાત ના બહાના કાઢનારાઓ ને મુંબઈ પોલીસે ત્રણ કેટેગરીમાં વહેંચ્યા છે..
1) પ્રથમ મૂર્ખાઓ માસ્ક જ નથી પહેરતા..
2) બીજા મૂર્ખાઓ માસ્ક ગજવામાં સાથે લઈને ફરે છે અને 3) ત્રીજા મૂર્ખાઓ જે મોઢા અને નાકને ઢાંકવાના બદલે માસ્ક દાઢી પર ઢાંકીને ફરે છે.
ઉલ્લેખનીય છે કે મોટી ઉંમરની વ્યક્તિઓ ના નિધન મુંબઈમાં મોટા પ્રમાણમાં કોરોના ને કારણે થઈ રહ્યા છે .આમ છતાં સામાન્ય જનતા સમજતી નથી. બીએમસીએ માસ્ક ના પહેરનારાઓ સામે 200 થી 1200 રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે. આમ છતાં કેટલાક લોકો કોરોના ની ગંભીરતા સમજીને માસ્ક પહેરવાથી દૂર રહેતા હોવાનું જાણવા મળ્યું છે..
