ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર.
રાજયના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ધમકી આપનારા યુવકની બેંગ્લોરથી ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.
મુંબઈ પોલીસની સાયબર સેલે 34 વર્ષના જયસિંહ રાજપૂત નામના આ યુવકની ધરપકડ કરી છે. આદિત્ય ઠાકરેને 8 ડિસેમ્બરના રાતના 12 વાગે તેમના વોટ્સએપ નંબર પર ધમકી આપતો મેસેજ આ યુવકે મોકલ્યો હતો. આરોપીએ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સંદર્ભમાં આદિત્ય ઠાકરે પર આરોપ કર્યા હતા.
આરોપી યુવકે ધમકીભર્યા મેસેજ મોકલતા પહેલા ત્રણ વખત ફોન પણ કર્યા હતા. આદિત્યએ ફોન નહીં ઉંચકતા તેણે મેસેજ કરીને જાનથી મારવાની ધમકી આપી હતી. પોલીસમાં ફરિયાદ બાદ સાયબર સેલે તપાસ કરીને આરોપી યુવકને બેંગ્લોરથી શોધી કાઢ્યો હતો.
