ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 જુલાઈ, 2021
મંગળવાર
હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો ફરી રહ્યો છે, જેમાં ગેટવે ઑફ ઇન્ડિયા ફરવા ગયેલી એક મહિલાનો પગ લપસી પડતાં તે દરિયામાં પડી ગઈ હોવાનું જણાઈ આવે છે. પાણીમાં પડેલી મહિલાને બચાવવા ક્ષણભરનો વિચાર કર્યા વગર એક ફોટોગ્રાફર દરિયામાં કૂદી પડ્યો હતો. ફોટોગ્રાફરે જબરું સાહસ કરીને તે મહિલાને બચાવી લીધી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મહિલા અહીં ફરવા આવી હતી. એ દરમિયાન અચાનક તે સંતુલન ગુમાવી બેસતાં ગેટવે ઑફ ઇન્ડિયા પાસે 20 ફૂટ ઊંડા પાણીમાં પડી ગઈ હતી. ત્યાં ટુરિસ્ટ ફોટોગ્રાફર તરીકે કામ કરતો 50 વર્ષનો ગુલાબચંદ ગૌડે ક્ષણનો પણ વિચાર નહીં કરતાં પાણીમાં કૂદી પડ્યો હતો. એ સમયે દરિયામાં ભરતી પણ હતી અને પાણીનું વહેણ પણ ભારે હતું. છતાં જાનના જોખમની પરવા નહીં કરતાં ફોટોગ્રાફરે દરિયામાં કૂદકો માર્યો હતો. આ બનાવ દરમિયાન અન્ય લોકો દોડી આવ્યા હતા. રસી અને ટ્યુબની મદદથી તે મહિલાને બચાવી લેવામાં આવી હતી. જોકે ગુલાબચંદે કૂદકો મારીને તેને બચાવી ન હોત તો પાણીમાં તણાઈ ગઈ હોત અને અનહોની સર્જાઈ હોત.
વેપારીઓની ધમકી અસર કરી ગઈ? ત્રણ દિવસમાં અનલૉકમાં રાહત મળશે : મેયર કિશોરી પેડણેકરનો દાવો; જાણો વિગત
સોશિયલ મીડિયામાં આ વીડિયો ફરી વળ્યા બાદ ફોટોગ્રાફરના આ સાહસને સૌ કોઈને બિરદાવ્યો હતો.