Site icon

પહેલી વાર ટાટા જૂથે નવી મુંબઈ ઍરપૉર્ટના નામકરણ વિવાદમાં ઝંપલાવ્યું; જાણો ટાટા તરફથી શું માગણી થઈ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 જૂન 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

નવી મુંબઈના પ્રસ્તાવિત ઍરપૉર્ટના નામકરણનો વિવાદ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. હવે ટાટા પરિવારે નવી મુંબઈના ઍરપૉર્ટને ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં ક્રાંતિ લાવનારા જેઆરડી ટાટાનું નામ આપવાની માગણી કરી છે.

દેશમાં સૌપ્રથમ વખત 1934માં કરાચીના ડ્રીન રોડ ઍરોડ્રામથી મુંબઈના ઍરોડ્રમ સુધી જહાંગીર રતનજી દાદાભોય ટાટાએ ટાટા ઍરલાઇન્સના નેજા હેઠળ વિમાન ઉડાવ્યું હતું. પિલુ ટાટા મિનોચેર ટાટાના વિધવા છે. જેમના ગ્રાન્ડ ફાધર અને ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટા બંને ભાઈઓ હતા.

પિલુ ટાટાના કહેવા મુજબ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રના જે. ડી. ટાટા પિતામહ છે. ભારતમાં સૌપ્રથમ તેમણે ટાટા ઍરલાઇન્સ ચાલુ કરી હતી. જે બાદમાં કેન્દ્ર સરકારે હસ્તગત કરી હતી અને એને ઍરઇન્ડિયા નામ આપવામાં આવ્યું હતું. તેમણે દેશના એવિયેશન ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય નકશા પર મૂકી દીધી હતું. એથી તેમની યાદમાં અને તેમના માનમાં નવી મુંબઈને તેમનું જ નામ આપવું જોઈએ.

બ્લેક ફંગસ થી સાવધાન : એક સપ્તાહમાં ત્રણ બાળકોએ આંખ ગુમાવી. મુંબઈ મહાનગરપાલિકા ટેન્શનમાં… જાણો વધુ વિગત

અહીં ઉલ્લેખનીય છે હજી ગયા અઠવાડિયામાં જ મહારાષ્ટ્ર સરકારે નવી મુંબઈના પ્રસ્તાવિત ઍરપૉર્ટને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનું નામ આપવાની જાહેરાત કરી હતી. જોકે નવી મુંબઈ ઍરપૉર્ટને કારણે અસરગ્રસ્ત થયેલા લોકોએ આ ઍરપૉર્ટને  તેમના નેતા ડી. બી. પાટીલનું નામ આપવાની માગણી કરી રહ્યા છે.

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version