News Continuous Bureau | Mumbai
પિતૃ પક્ષના અવસર પર લોકો તેમના પૂર્વજો અને મૃતકોને પિંડ દાન અર્પણ કરે છે, પરંતુ રવિવારે મુંબઈ(Mumbai)માં એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો. મુંબઈમાં બાણગંગા કુંડના કિનારે પતિઓએ પોતાની જીવંત પત્નીઓનું પિંડદાન (Pind Daan)કર્યું. આ તમામ પત્ની પીડિત પતિ હતા, જેમના છૂટાછેડા થઈ ચૂક્યા છે અથવા તો તેમનો પારિવારિક વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે. અહીં, લગભગ 50 પત્ની-પીડિત પતિઓએ તેમની જીવતી પત્નીઓના પિંડ દાન કર્યા છે. લગ્નની ખરાબ યાદો અને અનુભવોથી છુટકારો મેળવવા માટે આ તમામ લોકોએ પોતાની જીવંત પત્નીઓના પિંડ દાન સંપૂર્ણ વિધિ સાથે કર્યા હતા. જ્યારે આમાંથી એક પતિએ મુંડન પણ કરાવ્યું છે, બાકીના લોકોએ માત્ર પૂજામાં ભાગ લીધો હતો.
મીડિયા અહેવાલ અનુસાર આ સંપૂર્ણ કાર્યક્રમ એક સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો . વાસ્તવ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અમિત દેશપાંડેએ જણાવ્યું કે આ પિંડદાન એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે આ બધા લોકો લાંબા સમયથી પોતાની પત્નીઓના ત્રાસથી પીડાઈ રહ્યા હતા. આમાંના મોટાભાગના એવા લોકો છે જેમણે કાં તો તેમની પત્નીઓથી છૂટાછેડા લીધા છે અથવા તેમની પત્નીઓને છોડી દીધી છે. પરંતુ તેની ખરાબ યાદો અને જૂના અનુભવો તેને હજુ પણ પરેશાન કરી રહ્યા હતા. આ ખરાબ યાદોમાંથી મુક્તિ મેળવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : સોના-ચાંદીના ભાવમાં ઘટાડો- જાણો આખા સપ્તાહની સરાફા બજારની સ્થિતિ
બીજી તરફ, પિંડ દાન કરનારા પતિઓ માને છે કે મહિલાઓ તેમની સ્વતંત્રતાનો લાભ લઈને પુરુષોનું શોષણ કરે છે, પરંતુ સમાજમાં અને કાયદા સમક્ષ પુરુષોની વાત સાંભળવામાં આવતી નથી. તેમની પત્નીઓ સાથેના તેમના સંબંધો મૃત છે, તેથી આ પિંડ દાન પિતૃ પક્ષના અવસર પર કરવામાં આવ્યું છે, જેથી તેઓ તેમની ખરાબ યાદોથી મુક્ત થઈ શકે. મહત્વનું છે કે વાસ્તવ ફાઉન્ડેશન દર વર્ષે દેશના અલગ-અલગ શહેરોમાં આવા કાર્યક્રમનું આયોજન કરે છે, જેથી આવા પીડિત પતિઓ જેઓ પોતાની પત્નીના જુલમને ભૂલી શકતા નથી. તેનાથી તેમાંથી છુટકારો મળી શકે.
નોંધનીય છે કે પિતૃપક્ષ અને શ્રાદ્ધ માસ ચાલી રહ્યો છે. આમાં લોકો તેમના મૃત સ્વજનોને પિંડ દાન આપે છે. હિંદુ ધર્મમાં તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધને કર્મ માનવામાં આવે છે જે પ્રાચીન સમયથી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ પૃથ્વી પર નથી, તેમના માટે અને પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ કરવું જોઈએ. તેનાથી તેમના આત્માને શાંતિ મળે છે અને આશીર્વાદ મળે છે.
આ સમાચાર પણ વાંચો : ટીવી જગત માં શોક ની લહેર- કુબૂલ હૈ ફેમ આ અભિનેત્રી નું 50 વર્ષ ની વયે થયું નિધન-પેરાલિસિસના હુમલા બાદ થી રહેતી હતી બીમાર