Site icon

મુંબઈમાં નીકળતા જોખમી કચરાની સમસ્યાનો અંત આવશે? જોખમી કચરાને લઈને મુંબઈ મનપાએ લીધો આ નિર્ણય; જાણો વિગતે

News Continuous Bureau Mumbai 

મુંબઈમાં નાગરિકોના ઘરમાંથી નીકળતા સૂકા અને ભીના કચરાની સાથે જ હવે જોખમી કચરા પર પણ પ્રક્રિયા કરવાનો મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. જોખમી કચરાનો નિકાલ કરવા પ્લાઝમા ટૅક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવવાનો છે. તે માટે મુંબઈમાં આઠ ઠેકાણે પ્રોસેસીંગ સેન્ટર ઉભા કરશે.

Join Our WhatsApp Community

પાલિકા હાલ સૂકા અને ભીના કચરા પર પ્રક્રિયા કરીને તેનો નિકાલ કરે છે. પરંતુ અનેક પ્રકારના જોખમી કચરા ઉદાહરણ તરીકે માસ્ક, સૅનિટરી નેપકિન્સ વગેરેનો નાશ કરવામાં ભારે મુશ્કેલીઓ થાય છે. તેથી આવા કચરાના નિકાલ માટે પાલિકાએ હવે યોજના બનાવી છે.

આ સમાચાર પણ વાંચો : બોમ્બે યુનિવર્સટીમાં બોમ્બ હોવાની ધમકી આપનારો રીઢો ગુનેગાર ગણતરીના કલાકમાં ઝબ્બે… જાણો વિગતે

મુંબઈમાં પ્રતિદિન લગભગ 6,800 મેટ્રિક ટન કચરો નીકળે છે, જેમાંથી 5,000 મેટ્રિક ટન કચરા પર કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પ્રક્રિયા થાય છે. તો દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ માં 1800 મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા થાય છે. કુલ કચરામાંથી નાગરી કચરામાં અવિધટન થનારા, રાસાયણિક અને જૈવિક કચરા પર પ્રક્રિયા કરીને તેનો કોઈ ઉપયોગ કરી શકાતો નથી. તેથી આવા કચરાના નિકાલ માટે પ્લાઝ્મા ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવવાનો છે. 

મુંબઈ આઠ જગ્યાએ આવા જોખમી કચરા પર પ્રક્રિયા કરવા માટે સેન્ટર ઊભા કરવામાં આવવાના છે. ખાનગી કોન્ટ્રાક્ટરને તે માટે 24 કરોડ 77 લાખ 28 હજારનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 

Mumbai Jewellery Firm Theft: મુંબઈ: અંધેરીની જ્વેલરી ફર્મમાં કર્મચારીઓએ જ કરી ₹14.75 લાખના સોનાની ચોરી; CCTV કેમેરા ને કારણે ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ.
Iran-Israel War Hits Maharashtra: મિડલ ઈસ્ટના તણાવની અસર પુણેથી મુંબઈ સુધી! સુરક્ષા વ્યવસ્થા સખત, ડ્રાયફ્રૂટ્સ મોંઘા અને નિકાસ અટકી; જાણો મહારાષ્ટ્ર પર કેવી થશે અસર?.
Dahisar: દહિસરમાં નિર્માણાધીન સાઇટની દીવાલ ધરાશાયી: એસ.વી. રોડ પર કાટમાળ પડતા ભાગદોડ; માનવ કલ્યાણ હોસ્પિટલ પાસે મોટી જાનહાનિ ટળી.
BMC Construction Pollution Action 2026: મુંબઈની હવા સુધારવા BMC એક્શન મોડમાં: ૧,૦૮૨ સ્થળોએ તપાસ, ૯૩ બાંધકામોને ‘સ્ટોપ વર્ક’ નોટિસ; પ્રદૂષણ ફેલાવતા બિલ્ડરો સામે લાલ આંખ.
Exit mobile version